વ્યવસ્થા કરવા તાકીદ:જૂનાગઢ શહેરમાં છ અઠવાડીયામાં કતલખાનું બનાવવા હાઇકોર્ટનો આદેશ

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્લોટર હાઉસની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવા તાકીદ

જૂનાગઢમાં નવાબી કાળથી સ્લોટર હાઉસ ચાલતું હતું. સમયાંતરે જેનું સંચાલન નગરપાલિકા, મહાનગરપાલિકા કરતી હતી. જોકે, સેન્ટર પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ધારાધોરણનું પાલન ના થતું હોય જેની સોહેલ સિદ્દીકી દ્વારા ફરિયાદ થઇ હતી. બાદમાં 2010 માં કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના સ્લોટર હાઉસને પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે સિલ મારી દીધું હતું. સિલ લાગતા નોનવેજ ખોરાકને આરોગતા લોકોના ખોરાક પર તરાપ લાગેલ હતી.

જ્યારે મટનના વ્યવસાય સાથે સંકળાયેલ અઢીથી ત્રણ હજાર લોકો બેકાર થઈ જતાં ભારે મુશ્કેલી સર્જાયેલ હતી આ મામલે ધારાશાસ્ત્રી મઝહર ખાન દ્વારા હાઈકોર્ટમાં રિટ પિટિશન કરાઇ હતી. જેમાં હાઈકોર્ટે હુકમ કરી છ સપ્તાહમાં કાયદા પ્રમાણે નીકાલ કરવા અને જ્યાં સુધી સ્લોટર હાઉસની વ્યવસ્થા કરવામાં ના આવે ત્યાં સુધી હંગામી વૈકલ્પિક વ્યવસ્થા કરવા જૂનાગઢ મનપાને હુકમ કરેલ છે.

ત્યારે કોર્ટના આદેશને એક માસ જેવો સમય વિતવા છત્તાં મનપા દ્વારા કોઈ કાર્યવાહી થયાનું સામે આવેલ ન હોય આગામી વિધાનસભાની ચૂંટણીમાં દલિતો, મુસ્લિમો, એસસી, એસટી સમાજ વિમુખ થઈ જાય તો નવાઈ નહિ તેમ સોહેલ સિદીકીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...