તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાલો હેરીટેજ વૃક્ષને બચાવીએ:19 કરોડથી વધુ કિંમતના હેરીટેજ વૃક્ષ જૂનાગઢમાં હોવા છતાં તંત્ર બેદરકાર, જાળવણી ન થતી હોવાથી 21 હેરીટેજ વૃક્ષમાંથી 2 હયાત નથી રહ્યા

જુનાગઢએક મહિનો પહેલાલેખક: પંકજ મકવાણા
 • કૉપી લિંક
ગિરનાર રોડ પર આ વૃક્ષ આવેલું છે. પ્રાચિન વૃક્ષ છે. આ રૂખડાના વૃક્ષની ઉંચાઇ 50 ફૂટ છે. સફેદ રંગના ફૂલો ખીલે છે. તેની ડાળીઓ મૂળ જેવી દેખાતી હોવાથી બોટલ ટ્રી તરીકે ઓળખાય છે. - Divya Bhaskar
ગિરનાર રોડ પર આ વૃક્ષ આવેલું છે. પ્રાચિન વૃક્ષ છે. આ રૂખડાના વૃક્ષની ઉંચાઇ 50 ફૂટ છે. સફેદ રંગના ફૂલો ખીલે છે. તેની ડાળીઓ મૂળ જેવી દેખાતી હોવાથી બોટલ ટ્રી તરીકે ઓળખાય છે.
 • હેરીટેજ વૃક્ષની અવદશા, કેટલાક વૃક્ષને તો પાણીની કોઇ વ્યવસ્થા નથી, ક્યાંક જાળીઓમાં ઘેરાઇ ગયા છે

પ્રિમ કોર્ટ દ્વારા નિયક્ત નિષ્ણાંત સમિતીએ વૃક્ષોના મુલ્યાંકન સબંધિત રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં 100 વર્ષ જૂના હેરીટેજ વૃક્ષની કિંમત 1 કરોડથી વધુ હોઇ શકે છે તેવું કહ્યું છે. ત્યારે ઐતિહાસિક જૂનાગઢમાં 21 હેરીટેજ વૃક્ષ આવેલા છે. જોકે દિવ્ય ભાસ્કર દ્વારા આ 21 વૃક્ષની સ્થળ તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 2 વૃક્ષો હાલ હયાત નથી. 19 વૃક્ષ શહેરનાં વયોવૃદ્ધ બની અડીખમ ઉભા છે. સુપ્રિમ કોર્ટના મુલ્યાંકન મુજબ આ વૃક્ષોની કિંમત 19 કરોડ કરતા પણ વધુ થાય છે. મહાનગર વિસ્તારમાં આ વૃક્ષો આવેલા છે. પરંતુ હાલ તેની કોઇ જાળવણી થતી નથી. જેતે સ્થળમાં આવેલા જગ્યાના માલિકો તેનું રક્ષણ કરી રહ્યા છે. ત્યારે જૂનાગઢ ધરોહર સમા આ વૃક્ષોની જાળવણી જરૂરિ બની છે.

રૂખડો - પ્રાચિન અને દુર્લભ વૃક્ષ છે. તે ગિરનાર દરવાજા રોડ પર આવેલું છે. થડનો ઘેરાવ 18.5 ફૂટનો છે.

જૂનાગઢના વયોવૃદ્ધ વૃક્ષોના થડનો ઘેરાવો 8થી લઇ 26 ફૂટ સુધીનો છે

1. લીમડો - જૂની કલેક્ટર કચેરીએ લીમડો આવેલો છે. અહીં ઉપવાસ થતાં હોય લાંઘણ લીમડો નામ પડ્યું

2. પિપળો - યુનિવર્સિટીમાં પ્રવેશતા પરિ - તળાવમાં ડાબા હાથ ઉપર આવેલું છે. થડનો ઘેરાવ 26 ફૂટ છે.

3. મોહગની - મઘડીબાગ ખાતે અતિ પ્રાચિન અને મુલ્યવાન વૃક્ષ આવેલું છે. થડનો ઘેરાવ 18 ફૂટનો છે.

4. વડ - સુદર્શન તળાવ પાછળ વેલાવડની જગ્યાએ આવેલ છે. થડનો ઘેરાવ 26.6 ફૂટ છે.

5. રાયણ (હયાત નથી) - પ્રભુ શાસ્ત્રી લિખીત ગ્રંથમાં આ વૃક્ષનો ઉલ્લેખ છે. તે દરવેશ્વર મંદિર પાસે આવેલું છે. હાલ નથી.

6. બોરસલી - સક્કરબાગમાં પ્રાચિન ઘટાદાર વૃક્ષ આવેલું છે. જેના થડનો ઘેરાવ 9.3 ફૂટનો છે. તે અતિ પ્રાચિન છે.

7. ખીજડો - કૃષ્ણ પ્રણાણી મંદિરમાં આ વૃક્ષ આવેલું છે. તે હાલ હયાત નથી. પરંતુ તેનો ઉલ્લેખ મળી આવે છે.

8. કોઠા - કોઠા વૃક્ષ બીલનાથ મહાદેવ મંદિરે આવેલું છે. ગોપાલનબાપુના ગુરૂએ આ ઝાડ રોપ્યું હતું.

9. આંબલી - શિતળા કુંડ મંદિરે આ પ્રચિન વૃક્ષ આવેલું છે. જેના થડનો ઘેરાવ 10.10 ફૂટ છે. અતિ પ્રાચિન છે.

10. અર્જૂન - મોતીબાગમાં અર્જૂન વૃક્ષ આવેલું છે. જેના થડનો ઘેરાવ 8 ફૂટનો છે. આ ઔષધિય વૃક્ષ છે.

11. પુત્રજીવા - પુત્રજીવા નામનું વૃક્ષ કૃષિ યુનિવર્સિટીના મોતીબાગમાં જોવા મળે છે. આ ઔષધિય વૃક્ષ છે.

12. પબડી - આ વૃક્ષ ગુજરાત પોલ્યુશન બોર્ડની ઓફિસની બાજુમાં આવેલું છે. થડનો ઘેરાવ 12.7 ફૂટનો છે.

13. પીપળ - પોલ્યુશન બોર્ડની બોર્ડની ઓફિસમાં આવેલું છે. 60 ફૂટ ઉંચાઇ, થડનો ઘેરાવ 12.7 ફૂટનો છે.

14. પીપળ - યુનિવર્સિટીના પરિતળાવ પાસે આવેલું આ વૃક્ષ છે. થડનો ઘેરા 26 ફૂટનો છે. પૌરાણિક વૃક્ષ છે.

15. લીમડો - ગાંધીચોકમાં જોહકઅલીશાહ દરગાહમાં આ વૃક્ષ આવેલું છે. થડનો 12.8 ફૂટનો ઘેરાવ છે.

16. ઉમરો, પીપળો - જોષીપરા જળેશ્વર મહાદેવ મંદિરમાં અદ્દભૂત બેલડૂ વૃક્ષ છે. જેના થડનો ઘેરાવ 26 ફૂટનો છે.

17. લાલ આંબલી - સક્કરબાગ ઝૂ માં લાલ આંબલીનું પ્રાચિન વૃક્ષ આવેલું છે. જેના થડનો ઘેરાવ 8 ફૂટ છે.

18. બ્રાન્ચિંગ પામ - આ લુપ્ત થતી પ્રજાતિનું વૃક્ષ છે. ઝૂમાં આવેલું છે. 64 શાખાઓ દેખાઇ છે. થડનો 8 ફૂટનો ઘેરાવ છે.

19. તડ-વડ - રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ સામે આ વૃક્ષ આવેલું છે. આ કુદરતી કમાલ છે. બે વૃક્ષ એક સાથે છે.

20. પીપળો - ભૂતનાથ મહાદેવ મંદિરે પ્રાચિન પિપળાનું વૃક્ષ આવેલું છે. જે ઐતિહાસિક છે.

હેરિટેજ સેલ બનાવવામાં આવ્યો છે, કમિશ્નર
જૂનાગઢમાં હેરિટેજ વૃક્ષો છે. તેમજ તેના યોગ્ય જાળવણી માટે હેરિટેજ સેલ પણ બનાવવામાં આવ્યો છે. છેલ્લા એક વર્ષથી આ સેલ બન્યો છે. આગામી દિવસોમાં તેમના દ્વારા હેરીટેજ વૃક્ષોનો સર્વે કરવામાં આવશે. - તુષાર સુમેરા, કમિશ્નર, જૂનાગઢ

એક પણ જગ્યાએ હેરિટેજનું બોર્ડ નથી
હેરીટેજ વૃક્ષો આવેલા છે. ત્યાં પાણી માટેની કોઇ વ્યવસ્થા નથી. આ ઉપરાંત લોકોને હેરિટેજ વૃક્ષ થી માહિતગાર થાય તે માટેના કોઇ જ બોર્ડ મારેલા નથી. મહાનગર પાલિકાએ અહીં વૃક્ષની ખાસીયત, વૃક્ષની ઉંમર, તેની ઉપયોગિતા, તેના અન્ય નામ સહિતના બોર્ડ લગાવવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો