અપીલ:વધારાના ગરમ કપડાં આપી જરૂરિયાતમંદોને મદદરૂપ બનો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેવાભાવી લોકોને ડીડીઓની માનવતાભરી અપીલ
  • કપડાં દેવા માટે જિલ્લા પંચાયત શાખાનો સંપર્ક કરવો

વધારાના ગરમ કપડાં આપી જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા ડીડીઓએ સેવાભાવી લોકોને અપીલ કરી છે. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખે જણાવ્યું હતું કે, હાલ શિયાળાની ઋતુની શરૂઆત થતા ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. દરમિયાન અનેક એવા પરિવારો પણ છે કે જે ઠંડીના કારણે બિમાર પડે છે. કેટલાક કિસ્સામાં ઠંડી સહન થતા મોતને પણ ભેટે છે. ત્યારે આવા પરિવારોની મદદ કરવાની જરૂર હોય માનવતાનો સાદ પડાયો છે.

ત્યારે આપના પરિવારમાં બાળકો, મહિલા, પુરૂષોના સ્વેટર, શાલ, ધાબળા, ટોપી, મફલર જેવા ગરમ કપડાં વધારાના હોય અને સારી કન્ડીશનમાં હોય તો આવા કપડાંનું દાન કરી શકો છો. આ માટે જિલ્લા પંચાયતની શાખામાં ફરજ બજાવતા વી.બી. દવે નાયબ ચિટનીસનો 7778057338 નંબર પર સંપર્ક કરી ગરમ કપડાં પહોંચાડી શકો છો. આ કપડાં આપતી વેળા પારદર્શક થેલી પર કપડાની સાઇઝ, સ્ત્રી, પુરૂષ એવું લખવું જેથી વિતરણ કરવામાં સરળતા રહે.

અન્ય સમાચારો પણ છે...