માંગ:જૂનાગઢ, ગિર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં અતિવૃષ્ટિ થઇ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેતી પાકને નુકસાન થતા સર્વે કરી સહાય આપો

રવિવારની રાત્રીથી પડેલા ભારે વરસાદના કારણે જૂનાગઢ, ગિર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે. ત્યારે આ મામલે સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવવા માંગ કરાઇ છે. આ અંગે ભારતીય કિસાન સંઘના સંયોજક મનસુખભાઇ પટોળીયાએ મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદન જિલ્લા કલેકટરને આપ્યું છે. આવેદનમાં જણાવાયું છે કે, અતિવૃષ્ટિથી પાકને નુકસાન થયું તેમજ જમીનનું પણ ધોવાણ થયું છે.

ત્યારે ખેડૂતો બિયારણ, ખાતર, દવા ખરીદી શકે તેવી વ્યવસ્થા કરવા માંગ છે. આ ઉપરાંત પશુધનને બચાવવા ઘાસચારો ઉપલબ્ધ કરાવવા,પીવાના પાણી નથી ત્યાં પાણીની વ્યવસ્થા કરાવવા, જ્યાં વીજલાઇનો તૂટી ગઇ છે અથવા ફોલ્ટ સર્જાયો છે ત્યાં સત્વરે વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવા માંગ કરાઇ છે. ગામડામાં લાઇટ ન હોવાથી મોટર ચાલતી ન હોય પીવાના પાણીની તેમજ ઘંટી ચાલતી ન હોય અનાજ દળવાની પણ સમસ્યા સર્જાઇ છે.

અન્ય સમાચારો પણ છે...