જૂનાગઢ શહેરમાં ગતરાત્રિથી જ આકાશમાં વાદળો છવાઇ જતા વાતાવરણમાં ફેરફાર થયો છે જેની સીધી અસર ગરમી પર પડી છે. પરિણામે ગરમી વધવાના બદલે એક જ દિવસમાં 2 ડિગ્રી ઘટીને 40 ડિગ્રીએ પહોંચી ગઇ છે.
ખાસ તો મંગળવાર સવારના સમયે પણ આકાશમાં વાદળો બંધાતા રહ્યા હતા જેના પરિણામે ગરમીમાં ઘટાડો થયો હતો. આમ, ગરમીનો પારો ઉંચકાઇને 43 ડિગ્રી સુધી જવાની સંભાવના હતી તેમાં વાદળોના કારણે પારો 2 ડિગ્રી ઘટી જતા આકરી ગરમીથી શહેરીજનોને થોડી રાહત મળી છે.
મંગળવારે લઘુત્તમ 25.2, મહત્તમ 40 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે79 ટકા અને બપોર બાદ33 ટકા રહ્યું હતું તેમજ પવનની ઝડપ 2 કિમી ઘટીને 5.6 કિમી પ્રતિ કલાક રહેવા પામી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.