તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:ગરમીનો પારો 0.9 ડિગ્રી વધી 36.9 ડિગ્રીએ પહોંચ્યો

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ શહેરમાં એક જ દિવસમાં 0.9 ડિગ્રીના વધારા સાથે ગરમીનો પારો 36.9 ડિગ્રીએ પહોંચી ગયો છે. શહેરમાં સમયાંતરે અંશત: વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું સાથે વરસાદી ઝાપટા પણ પડ્યા હતા તેમ છત્તાં સમગ્ર જિલ્લામાં ક્યાંય નોંધપાત્ર વરસાદ પડ્યો નથી. વરસાદ ખેંચાતા ખાસ કરીને ગરમીમાં વધારો થવા સાથે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે.

જૂનાગઢ શહેરમાં શનિવારે મહત્તમ તાપમાનનો પારો 36 ડિગ્રી રહ્યો હતો. જ્યારે રવિવારે 0.9 ડિગ્રી વધીને 36.9 ડિગ્રીએ પહોંચી ગયો હતો પરિણામે ખાસ કરીને બપોરના સમયે ગરમીમાં વધારો થયો હતો. સાથે ભેજના કારણે બફારાનો પણ લોકોને સામનો કરવો પડ્યો હતો. દરમિયાન હાલ વરસાદ સતત ખેંચાઇ રહ્યો હોય વાવેતર કરનાર ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રવિવારે લઘુત્તમ 25.9, મહત્તમ 36.9 ડિગ્રી તાપમાન રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...