તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણમાં થોડો પલ્ટો:જૂનાગઢ શહેરમાં ગરમીનો પારો 38 ડિગ્રીએ સ્થિર

જૂનાગઢ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બપોર બાદ અંશત: વાદળછાયું વાતાવરણ

જૂનાગઢ શહેરમાં ગરમીનો પારો 38 ડિગ્રીએ સ્થિર થઇ ગયો હતો પરિણામે લોકોને ગરમીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બપોર બાદ અંશત: વાદળછાયું વાતાવરણ રહેતા ગરમીમાં થોડી રાહત મળી હતી. જૂનાગઢ શહેરમાં સવારના 10 વાગ્યાથી ગરમીની અસર વર્તાઇ રહી હતી.

સૂર્યનારાયણ ભગવાન આકરો તાપ વરસાવી રહ્યા હતા. પરિણામે બપોરના સમયે તો ગરમીનો પારો 38 ડિગ્રીએ પહોંચી ગયો હોય લોકોને આકરી ગરમીનો સામનો કરવો પડી રહ્યો હતો. જ્યારે બપોર બાદ વાતાવરણમાં થોડો પલ્ટો આવ્યો હતો અને અંશત: વાદળછાયું વાતાવરણ થયું હતું જેથી બપોર બાદ લોકોને ગરમીમાં થોડી રાહત મળી હતી. દરમિયાન સોમવારે લઘુત્તમ 27 ડિગ્રી, મહત્તમ 38 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 81 ટકા અને બપોર બાદ 56 ટકા રહ્યું હતું તેમજ પવનની ઝડપ 5 કિલોમિટર પ્રતિ કલાકની રહેવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...