લોકોને રાહત:જૂનાગઢ શહેરમાં વધુ 1.2 ડિગ્રીના ઘટાડા સાથે ગરમીનો પારો 38.2 ડિગ્રી

જૂનાગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 28 એપ્રિલ ગુરૂવારે મહત્તમ તાપમાન 43.6 ડિગ્રી હતુ
  • છેલ્લા 6 દિ’માં ગરમીમાં 4.8 ડિગ્રીનો ઘટાડો થતા લોકોને રાહત

જૂનાગઢ શહેરમાં છેલ્લા 6 દિવસથી ગરમીમાં સતત ઘટાડો થઇ રહ્યો હોય લોકોને અંગ દઝાડતી ગરમીથી રાહત મળી છે. છેલ્લા 6 દિવસમાં 4.8 ડિગ્રી ઘટી ગરમીનો પારો 38.8 ડિગ્રીએ આવી ગયો છે. જૂનાગઢ શહેરમાં છેલ્લે 28 એપ્રિલ ગુરૂવારે મહત્તમ તાપમાન 43.6 ડિગ્રી રહ્યું હતું પરિણામે અંગ દઝાડતી ગરમીથી લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા.

જોકે, ત્યાર બાદ ગરમીમાં દરરોજ સતત ઘટાડો થતો રહ્યો છે. શુક્રવાર, શનિવાર, રવિવાર, સોમવાર, મંગળવાર અને બુધવાર એમ 6 દિવસમાં મહત્તમ પારો 4.8 ડિગ્રી ગગડીને 38.8 ડિગ્રીએ આવી ગયો છે. પરિણામે હવે અંગ દઝાડતી ગરમી અને લૂથી રાહત મળી છે. સાથે પવનની ઝડપ પણ 9.6 કિમી પ્રતિ કલાકની રહેતા બપોરના સમયે પણ ગરમીની ઝાઝી અસર જોવા મળી ન હતી.

દરમિયાન બુધવારે લઘુત્તમ 25.2, મહત્તમ 38.8 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 83 ટકા અને બપોર બાદ 39 ટકા રહ્યું હતું તેમજ પવનની ઝડપ 9.6 કિમીની રહી હતી.

અન્ય સમાચારો પણ છે...