તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:0.5 ડિગ્રીના વધારા સાથે ગરમીનો પારો 39.9 ડિગ્રીએ

જૂનાગઢ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ફરી કાળઝાળ ગરમી અને લૂથી લોકો પરેશાન

જૂનાગઢ શહેરમાં ફરી મહત્તમ તાપમાનનો પારો ઉંચકાતા કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. ખાસ કરીને બપોરના સમયે મોંઢા બાળી નાંખતી લૂથી લોકોને બહાર નિકળવું મુશ્કેલ બન્યું છે. જૂનાગઢ શહેરમાં ગુરૂવારે મહત્તમ તાપમાનનો પારો 39.4 ડિગ્રી રહ્યો હતો. જ્યારે શુક્રવારે ફરી ગરમીમાં વધારો થયો હતો. મહત્તમ તાપમાન 0.5 ડિગ્રી વધીને 39.9 ડિગ્રીએ સ્થિર થઇ ગયું હતું.

આમ, 40 ડિગ્રી આસપાસ ગરમીનો પારો આવી જતા આકરી ગરમીથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. એમાંપણ ખાસ કરીને બપોરના સમયે ગરમ લૂ ફેંકાતા લોકોને બહાર નિકળવું મુશ્કેલ બન્યું હતું. શુક્રવારે લઘુત્તમ 20.9, મહત્તમ 39.9 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 82 ટકા અને બપોર બાદ માત્ર 11 ટકા રહ્યું હતું અને પવનની ઝડપ 4.9 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી.

અમરેલીમાં મહત્તમ તાપમાન 40.5 ડિગ્રી
અમરેલી પંથકમા અામ તાે ઉનાળાના અારંભથી જ તાપમાન ઉંચુ રહ્યું છે. અાજે શહેરનુ મહતમ તાપમાન 40.5 ડિગ્રી નાેંધાયુ હતુ. જેને પગલે બપાેરે કાળઝાળ ગરમીથી લાેકાે અકળાઇ ઉઠયાં હતા. થાેડા દિવસ પહેલા ધારીમા તાપમાન 42 ડિગ્રી સુધી અાંબી ગયુ હતુ. અાકરી ગરમીના કારણે બપાેરે માર્ગાે પર લાેકાેની ચહલપહલ અાેછી જાેવા મળી હતી. હવે ઉનાળાે તેનાે અાકરાે મિજાજ બતાવી રહ્યાે હાેય તેમ તાપમાન ઉંચકાયેલુ રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો