વિવાદ:બાઈક સરખી ચલાવવાનું કહેતા ઢીકાપાટુનો માર માર્યો

જૂનાગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સામે મળ એટલે તને મારી નાંખવો છે, ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

કેશોદમાં બાઈક સરખી ચલાવવાનું કહેતા એક શખ્સ ઉશ્કેરાયો હતો અને યુવાનને માર માર્યો હોય જેથી કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરાઈ છે. આ બનાવ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ કેશોદ પંથકના કરેણી ગામે રહેતા ભગવાનજીભાઈ ચુનીલાલ સોંદરવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ભગવાનજીભાઈ અને તેમના બહેન ગૌરીબેન બાઈક લઈ કેશોદથી પોતાના ઘરે જઈ રહ્યાં હતા.

એ દરમિયાન સંજય ઘેલાભાઈ ફળદુ સામેથી બાઈક લઈ આવી ભગવાનજીભાઈની બાજુમાંથી નિકળતા ભગવાનજીભાઈએ બાઈક સરખી ચલાવવા કહ્યું હતું. જેથી સંજય એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. અને ગાળો ભાંડી, ઢીકાપાટુનો અને લાકડી વડે માર માર્યો હતો. તેમજ કહ્યું હતું કે, તારે મારી સામે ઉચ્ચા અવાજે નહીં બોલવાનું કહી હવે સામે મળ એટલે જાનથી મારી નાંખવો છે. એવી ધમકી આપતા આ શખ્સ વિરૂદ્ધ કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...