ફરિયાદ:ચોરવાડમાં પરિણીતાને કહ્યું, તું ઘરકામ વ્યવસ્થિત કરતી નથી તારા માવતરે થી તું કંઈ જ લાવી નથી

જુનાગઢ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સસરા, નણંદ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાઈ હતી
  • નાના ઝાંઝેસરમાં મામેરામાં સોનુ આપવાની કોઈ વાત મુદ્દે મહિલાને ત્રાસ

ચોરવાડ ગામે પરિણીતાને મેણાટોણા મારી દુઃખત્રાસ આપવામાં આવતો હોય તેમજ ઢીકાપાટુ નો માર પણ મારવામાં આવ્યો હોય 3 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ,માળીયા પંથકના ચોરવાડ ગામે રહેતાં રૂપાબેન રવિભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ, સસરા ઈશ્વરભાઈ મોહનભાઇ પરમાર અને નંણદ ભાવનાબેન, નંણદનો પુત્ર અર્જુને રૂપાબેનને કહ્યું હતું કે તું ઘરકામ કેમ વ્યવસ્થિત કરતી નથી અને માથા પર ઓઢી તેમજ લાજ કાઢી કેમ કામ કરતી નથી તેમજ તારા પિતાને ત્યાંથી કઈ લાવી નથી તેમ કહી મેણાટોણા મારી અવાર નવાર માનસિક-શારીરિક દુઃખત્રાસ આપતાં હતા. ઢીકાપાટુનો માર માર્યો હોવાનો ઉલ્લેખ પણ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે અન્ય એક બનાવમાં હાલ નાની મોણપરી ગામે રહેતાં અંકિતાબેન કેતનભાઈ પરમારને પણ અવાર નવાર દુઃખ ત્રાસ અપાતો હોય જેથી પતિ કેતન,ખોડાભાઈ પરમાર રહે.નાના ઝાંઝેસર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અને મામેરામાં સોનુ આપવાની વાત મુદ્દે આ ઝગડો થયો હોવાનું પોલીસમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...