તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ડુંગરપુરમાં સિંહનો શિકાર કરી રૂ.12 હજારમાં નખ વેચ્યા હતા

જૂનાગઢ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • શિકારીઓએ લાઇ ડિટેક્ટર ટેસ્ટ કરવા માટે અસંમતી દર્શાવી
 • 5 દિવસના રિમાન્ડ પૂરા થતાં તમામ શિકારીઓને જેલ હવાલે કરાયા

જૂનાગઢના ડુંગરપુર પાસે 8 માસ પહેલાં સિંહનો શિકાર કરનાર શખ્સોને 5 દિવસના રિમાન્ડ પર લીધા બાદ વનવિભાગે તેના નખ કોને વેચ્યા તેની પુછપરછ કરી હતી. જેમાં સિંહબાળના નખ 12 હજારમાં વેચ્યાનું બહાર આવ્યું હતું. સુત્રાપાડાના ખાંભા પાસે સિંહણે જેના પર હુમલો કર્યો હતો એ હબીબ શમશેર પરમારની પુછપરછના આધારે વનવિભાગે ભાવનગર પાસે ઘોઘા ચોકડી, બગદાણા અને રૂપેણ બંદર પાસે દંગામાંથી વિજય હિરા પરમારને પકડ્યા બાદ તેની પુછપરછના આધારે જૂનાગઢના ડુંગરપુરના સોનૈયા ગુલાબ પરમાર, રામસીંગ કરીમ પરમાર, ભાવસીંગ કરીમ પરમાર, જલુ કરીમ પરમાર અને વજા હુસેન પરમારને ઝડપી લીધા હતા.

સોનૈયાએ 8 માસ પહેલાં ડુંગરપુર પાસે સિંહબાળનો શિકાર કર્યાની કબુલાતના આધારે વનવિભાગે તમામને 5 દિવસના રિમાન્ડ પર લીધા હતા. પુછપરછમાં સિંહબાળના નખ રૂ. 12 હજારમાં પાલનપુરના કરીમ સોફલાને વેચી નાંખ્યાની કેફિયત આપી હતી. કરીમ હાલ ફરાર છે. જોકે, તે વનવિભાગના હાથવેંતમાં હોવાનું પણ જાણવા મળ્યું છે. તમામના રિમાન્ડ પૂરા થતાં આજે વનવિભાગે વધુ રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે નામંજૂરી કરી જ્યુડીશિયલ કસ્ટડીમાં જેલ હવાલે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો