તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:જમીનનો દસ્તાવેજ પોતાના નામે કરાવી રૂપિયા ન આપ્યા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિયારીના શખ્સ સામે 5.50 લાખની છેતરપિંડીની ફરિયાદ

માણાવદર તાલુકાના ભીતાણાની એક જમીનનો વેચાણ દસ્તાવેજ મહિયારીના શખ્સે કરાવી લીધા બાદ રૂપિયા ન આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, માણાવદર તાલુકાના ભીતાણાના મોહનભાઇ અરજણભાઇ મોકરિયા (ઉ. 65) ને પૈસાની જરૂર પડતાં મહિયારીના વીરમભાઇ પરબતભાઇ પરમાર પાસેથી પોતાની જંત્રી મુજબ લેવાનું નક્કી કર્યું હતું.

મોહનભાઇએ તેને અઘાટ વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. જેમાં ચેકથી રૂ. 5,50,000 આપવાનું દર્શાવાયું હતું. પણ જમીન પોતાના નામે થઇ ગયા બાદ વીરમભાઇએ મોહનભાઇને ચેક ન આપતાં તેમની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...