તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરો ત્રાટક્યા:મેંદરડાના મીઠાપુરમાં બંધ ઘરના તાળા તોડી અડધા લાખની મતા ચોરી કરી

જૂનાગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિન દહાડે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી ૫૦ હજાર અને દાગીના તસ્કરો ઉપાડી ગયા

જૂનાગઢના મેંદરડા તાલુકાના મીઠાપુરમાં દિનદાહદે બંધ મકાનના તાળા તોડી તસ્કરો ઘરમાં રાખેલા રોકડા રૂપિયા અને દાગીના મળી અડધા લાખનો મુદામાલ ચોરી ગયાની ફરિયાદ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ મેંદરડા તાલુકાના મીઠાપુરમાં સોવારીયા પ્લોટ વિસ્તારમાં રહેતા વાલજીભાઈ માંડણભાઈ દયાતર અને તેના પરિવારજનો તા.28 ના ઘર બંધ કરી બહારગામ ગયા હતા. બાદમાં ધોળા દિવસે કોઈ અજાણ્યા શખ્સોએ તેના બંધ મકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપી હતી.

બે દિવસ બાદ ઘરધણી પરત આવતા મકાનના તાળા તુટેલા જોયા બાદ અંદર તપાસ કરતા કબાટનો નકુચો તોડી તેમાં રહેલા 50 હજાર રૂપીયા રોકડા અને સોનાનો ઓમકાર અને ચાંદીના સાકળા મળી કુલ 52 હજારનો મુદામાલ ચોરી થયાનું જણાયેલ હતું. જેથી આ અંગે વાલજીભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...