પેટ્રોલિંગ વધારવા માગ:જૂનાગઢમાં મહિલાના ઘરમાં ઘૂસી, છરી બતાવી સોનું, 2 લાખની લૂંટ

જુનાગઢ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 2 અજાણ્યા શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી, આરોપી હાથવેંતમાં

જૂનાગઢ શહેરમાં એક મકાનમાં બે લૂંટારૂ ઘુસ્યા હતા.અને મહિલાનું મુખ દબાવી છરી બતાવી ધમકી આપી હતી.તેમજ માર મારી સોનાના દાગીના અને રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.આરોપી હાથવેંતમાં જ હોવાનું પોલીસે જણાવ્યું છે.

જૂનાગઢ શહેરમાં રહેતાં જયાબેન પ્રકાશભાઈ બાલસે નોંધાવેલી ફરિયાદ મુજબ,બે અજાણ્યા શખ્સ જયાબેનના મકાનમાં ઘુસ્યા હતા.અને જયાબેનનું મુખ દબાવી છરી બતાવી હતી.તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.બાદમાં ઝાપટ મારી ઢીકાપાટુનો માર માર્યો હતો.અને જયાબેને કાનમાં પહેરેલ સોનાની બુટી અને કબાટમાં પડેલ 2 લાખ રોકડ,સોનાના ચેન,બે હાર,વીંટી સહિત રૂ.5,26000ની મતા લૂંટી લીધી હતી.

આ લૂંટ ના બનાવને લઈ જ્યાંબેન પોલીસ મથકે પહોંચ્યા હતા અને 2 શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ફરિયાદ લઈ આગળની તપાસ શરૂ કરી હતી.આમ રહેણાંક વિસ્તારમાં જ લૂંટ નો બનાવ બન્યો હોય લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...