ફરિયાદ:દહેજની માંગણી કરી પરિણીતાને માર માર્યા બાદ ધમકી પણ આપી

જુનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બામણવાડા ગામમાં પતિએ પત્નીને માર માર્યો

કેશોદ પંથકના પાડોદર ગામે રહેતાં સવિતાબેન અનિલભાઈ મેવાડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ,પાડોદર સ્થિત સાસરિયાઓ અવાર-નવાર મેણાટોણા મારી દુઃખત્રાસ આપતાં હતા અને ગાળો ભાંડી હતી તેમજ પતિ અનિલ ઉકાભાઈ મેવાડાએ ઢીકાપાટુનો માર પણ માર્યો હતો.જેથી સસરા ઉકાભાઈ, સાસુ પુરીબેન, નણદ મંજુલાબેન, ભાવનાબેન અને લીલાબેન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે ચુડા ગામે રહેતાં જ્યોત્સનાબેન મયુરભાઈ પરમારે પોલીસમાં જણાવ્યા અનુસાર પતિ મયુર મગનભાઈ પરમાર, સાસુ પુષ્પાબેન, સસરા મગનભાઈ દુઃખત્રાસ આપી દહેજની માંગ કરતા હતા. તેમજ જ્યોત્સનાબેન વિરૂદ્ધ પતિ પાસે ચડામણી પણ કરતા હોવાનો ઉલ્લેખ પોલીસ ફરિયાદમાં કરાયો છે. આ ઉપરાંત માર મારી ઘરે થી કાઢી મૂકી જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...