કાર્યક્રમ:હાટકેશ્વર શિવાલયે ગુંજી શાસ્ત્રીય સંગીતની સુરાવલી

જુનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૂર અને સંગીતના સથવારે કલારસિકો થયા રસતરબોળ

શહેરના હાટકેશ્વર શિવાલય ખાતે શાસ્ત્રીય સંગીત સભા વિરાસત યોજાઇ હતી. આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજય સંગીત નાટ્ય અકાદમી ગાંધીનગર, સપ્તક સંગીત વિદ્યાલય અને હાટકેશ ભાતૃમંડળ જૂનાગઢ દ્વારા આ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં અમિષા માંકડ, ઋષિકેશ પંડ્યા, વ્રજ જોશી અને સપ્તક સંગીત વિદ્યાલયના વિપુલભાઇ ત્રિવેદીએ બંદીશો રજૂ કરી કલારસિકોને રસતરબોળ કર્યા હતા.

આ તકે મિલન ડોડીયા, ગૌરવ ભટ્ટી,અર્પિત માંડવીયા,ચિંતન લાઠીગરા, કૃણાલ વ્યાસ, વિશાલ વાઘેલા, દર્પિત દવે, ધ્વનિ ત્રિવેદીએ સંગીત રજૂ કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન રાજુભાઇ ભટ્ટ, શ્લેષા વૈષ્ણવે કર્યું હતું. આ તકે વનરાજસિંહ રાયજાદા, કિરીટભાઇ સંઘવી, નિરજભાઇ વૈદ્ય, આધ્યાશક્તિબેન મજમુદાર,યોગીભાઇ પઢિયાર, જશુકાંતભાઇ વસાવડા વગેરેની ઉપસ્થિતી રહી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શ્રી હાટકેશ ભાતૃમંડળના અમિતભાઇ બુચ અને ટીમે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...