કોંગ્રેસના ધારાસભ્યનો હોસ્પિટલે હલ્લાબોલ:હર્ષદ રીબડિયાએ વિસાવદર સરકારી હોસ્પિટલની સરપ્રાઈઝ મુલાકાત કરી, લોકોને પડતી તકલીફો દૂર કરવા તાકીદ કરી

જુનાગઢ14 દિવસ પહેલા
  • તાત્કાલિક ધોરણે બંધ એકમોને પુનઃ શરુ કરો- હષૅદ રીબડીયા

વિસાવદર વિસ્તારના લોકો સાથે પોતાના પંથકના લોકોના સ્વાસ્થ્યની ચિંતા જે જનસેવકને સતાવતી હોય એવા વિસાવદર-ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય વિસાવદરના આરોગ્ય કેન્દ્રની અચાનક મુલાકાત લીધેલ હતી.જેમાં તેમણે સરકારી હોસ્પિટલમાં સારવાર અને લોકોની સગવડતાઓનો અભાવ અને મશીનારીઓની ખામીઓ દેખાતા સત્વરે જ તાબડતોડ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. એકસ-રે મશીન,ઓકિસજન પ્લાન્ટ તથા અન્ય યુનિટો બંધ સ્થિતિમાં જોતા ધારાસભ્ય પોતે કાળઝાળ થઈ ગયા હતા.

પ્રજાના સ્વાસ્થ્ય અંગે કોઈ બાંધછોડ નહી કરે તેવું જણાવતા અધિકારીઓ સાથે બેઠક કરી અને તેમને મુંઝવતા પ્રશ્નોના તાત્કાલિક નિવારણની ગતિ વિધિઓ તેજ કરી હતી.દવાનો પ્રશ્ન હોય કે ડાયાબિટીસની કીટનો પ્રશ્ન તેમજ સફાઈ અંગે ઘટતા સ્ટાફ અંગેની સમસ્યા માટે જુનાગઢ અને ગાંધીનગરના વિભાગોમાં તાત્કાલિક ધોરણે સંપકૅ કરી મધ્યમ વર્ગને માટે સુસ્વાસ્થ્યના આર્શીવાદ સમા વિસાવદર ના સરકારી દવાખાનાને લીધે નાગરિકોને મળતી સુવિધાઓ કયાં કારણોથી અટકેલી છે તે અંગે ગહન અભ્યાસ કરી ઉચ્ચ કક્ષાએ વહીવટદારોને કડક શબ્દોમાં રજૂઆત કરી હતી.

નિયત મર્યાદામાં આપેલ સૂચનોનો અમલ નહી કરાવવામાં આવે અને આ સેવાતંત્રમાં સુધારો નહી કરવામાં આવશે તો જે પ્રતિનીધીએ ૨૪ કલાક સહયોગ માટે પોતાની સકારાત્મક ભૂમિકા ભજવી છે.તે જ પ્રતિનીધી પ્રચંડ આંદોલન સાથે સ્વાસ્થ્ય કેન્દ્રમાં ઉપવાસની છાવણી નાખતા ખચકાશે નહીં.તેવુ પણ ધારાસભ્યે જણાવ્યું હતું.વિસાવદરમાં જે ડોકટસૅની ટીમ છે જેમાં ડો.ડોડીયા,ડો.ફૂલેત્રા તેમજ ડો. ગળચર જેવા શ્રેષ્ઠ અને કતૅવ્યનિષ્ઠ તબીબો છે તેમ છતા સરકારની કેમ અમુક વહાલા દવલાની નીતિને કારણે લોકોના સ્વાસ્થ્યની બાબત માં શરતચૂક થઈ રહી છે.ડોકટસૅ સાથેની સંવાદિતા સાથે તેમની રજૂઆત માટે ફરી ટુંકા ગાળામાં જ મુલાકાત સાથે પ્રગતિના રિપોર્ટ સાથે સમીક્ષા કરવામાં આવશે તેવુ ધારાસભ્ય હષૅદ રીબડીયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...