હાલાકી:બસ સ્ટોપ પર બસ ઉભી ન રાખતા વિદ્યાર્થીઓને હાલાકી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વંથલીમાં એસટી બસ ડ્રાઇવરોની મનમાની
  • ​​​​​​​બસ નહિ રોકાય તો ઉચ્ચકક્ષાએ કરાશે રજૂઆત

એસટી બસ ડ્રાઇવરોની મનમાનીથી અભ્યાસ અર્થે અપડાઉન કરતા વંથલી પંથકના છાત્રોમાં ભારે રોષ વ્યાપ્યો છે. ત્યારે આ અંગે યોગ્ય નહિ થાય તો ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે વંથલી નગરપાલિકાના પ્રમુખ પી.એમ. વાજાએ એસટીના વિભાગીય નિયામકને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, જૂનાગઢ ખાતે શાળા, કોલેજમાં મોટી સંખ્યામાં છાત્રો અભ્યાસ કરે છે જે જવા આવવા માટે એસટી બસનો ઉપયોગ કરે છે.

જોકે, શાળા, કોલેજ છૂટ્યા બાદ પરત આવવાના સમયે એસટીના કેટલાક ડ્રાઇવરો બસ સ્ટોપ પર બસ રોકતા નથી. પરિણામે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે બસ સ્ટોપ પર બસ ઉભી રાખવા ડ્રાઇવરોને કડક સૂચના આપવા માંગ છે. જો આ મામલે યોગ્ય નહિ થાય તો ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...