સમસ્યા:બાયપાસ પર ધૂળની ઉડતી ડમરીથી વાહન ચાલકો પરેશાન

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મધુરમથી લઇને વાડલા ફાટક સુધીના રસ્તામાં પડેલા મસમોટા ખાડાને બૂરવામાં આવ્યા છે. દરમિયાન ખાડામાં નાંખેલ ધૂળ અને મેટલથી ખાસ કરીને ટુવ્હિલ ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડામાંથી બહાર નિકળી ગયેલી મેટલના કારણે અનેક વાહનો સ્લીપ થતા નાના મોટા અકસ્માતો થાય છે. તેમજ બસ, ટ્રક જેવા વાહનો પસાર થતા પાછળ ધૂળની ડમરી ઉડે છે જેના કારણે પણ ટુવ્હિલ ચાલકોને ભારે પરેશાની થાય છે. ત્યાંથી પસાર થતા લોકો માટીથી ભરાઇ જાય છે અને દુકાનો ધૂળ ધૂળ થઇ જાય છે. ત્યારે આ મામલે તંત્ર દ્વારા સત્વરે યોગ્ય કરવામાં આવે તેવી લોકોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...