વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ:જૂનાગઢમાં મોડી રાત્રે ગાજવીજ સાથે અડધો ઇંચ વરસાદ ખાબક્યો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેરના માર્ગો ઉપર પાણી દોડ્યા

જૂનાગઢ શહેરમાં રાતના 8 વાગ્યાથી મેઘરાજાનું આગમન થયું હતું અને રાતના 9:30 વાગ્યા સુધીમાં અડધો ઇંચ વરસાદ પડી ગયો હતો. વરસાદના પગલે શહેરના માર્ગો પર પાણી દોડવા લાગ્યા હતા સાથે વાતાવરણમાં ઠંડક પહોંચી હતી. જૂનાગઢ શહેરમાં ગુરૂવારની રાતના 8 વાગ્યા બાદ મેઘરાજાએ તોફાની એન્ટ્રી કરી હતી.

વિજળીના ચમકારા અને કર્ણભેદી ગર્જના સાથે વરસાદ શરૂ થયો હતો. આમ, ગાજવિજ સાથે મેઘરાજાએ વરસવાનું શરૂ કર્યું હતું. દરમિયાન રાત્રિના 9:30 સુધીમાં અડધો ઇંચ વરસાદ પડી ગયો હતો. વરસાદના કારણે શહેરના માર્ગો પર પાણી દોડવા લાગ્યા હતા. જોકે, હાલ ભાદરવા મહિનાના કારણે ગરમીની અસર જોવા મળતી રહી હતી પરંતુ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

વંથલી, ઊના, માળિયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો
ઊના, વંથલી, માળીયા| ઉનાના દેલવાડા અને નવાબંદર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આજ બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા સમી સાંજના સમયે ધોધમાર વરસાદ વરસી જતા અડધો ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો ભારે વરસાદના પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. આ સિવાય ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ શરૂ હોવાનું જાણવા મળેલ છે

આ ઉપરાંત ઉના શહેરમાં હાલ વીજળીના કડાકા ભડાકા સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.આ ઉપરાંત વંથલી પંથકમાં પણ ગાજવીજ સાથે હળવા ઝાપટાં પડ્યાં હતાં.તેમજ માળીયા હાટીના માં પણ સાંજના સમયે વરસાદ પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે,કે જૂનાગઢ શહેરમાં પણ પર ગાજવીજ સાથે ઝાપટાંરૂપી વરસાદ વરસ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...