તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદના રીસામણા:સોરઠ કોરો, ખાંભા અને રાજુલામાં અડધો ઇંચ

જૂનાગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જૂનાગઢ જિલ્લામાં સાતમના વરસાદના રીસામણા, ખેડૂતો ચિંતીત

જૂનાગઢ શહેરમાં ભર ચોમાસે ઉનાળા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વરસાદ ખેંચાઇ રહ્યો છે સાથે ગરમી અને બફારાથી શહેરીજનો ત્રસ્ત બની ગયા છે. દરમિયાન કૃષ્ણ જન્માષ્ટમીએ મેઘરાજા પધરામણી કરે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજા જાણે રિસાઇ ગયા હોય તેમ વરસાદ જ ન પડતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અષાઢમાં પણ નોંધપાત્ર વરસાદ ન થયો. જ્યારે શ્રાવણ માસમાં સરવાડરૂપે પણ વરસાદ જોવા મળતો નથી. છેલ્લા લાંબા સમયથી વરસાદ ન પડતા ખેડૂતોના જીવ તાળવે ચોટી ગયા છે. ખેતરમાં વાવેલો પાક નિષ્ફળ જવાની ભિતી દિન પ્રતિદિન વરસાદ ખેંચાતા વધુુ મજબૂત બની રહી છે. સાથે જો હજુપણ વરસાદ ખેંચાય તો પીવાના પાણીની સમસ્યા પણ ઉદ્દભવે તેવી શક્યતા હાલના તબક્કે જોવાઇ રહી છે. ત્યારે હવે જન્માષ્ટમીએ મેઘમહેર થાય તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે.

અમરેલી જિલ્લામા હવામાન વિભાગ દ્વારા અાગામી ત્રણ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની અાગાહી કરાઇ છે ત્યારે અાજે દરિયાકાંઠાના રાજુલા અને ખાંભા પંથકમા અડધા ઇંચ કરતા વધુ વરસાદ વરસી ગયાે હતાે. થાેડા ઘણા વરસાદથી પણ ખેડૂતાેઅે રાહત અનુભવી છે.

ખાંભા પંથકના ખેડૂતાે વરસાદની ચાતક નજરે રાહ જાેઇ રહ્યાં છે. અહી પાક નિષ્ફળ જવાની ભીતિ પણ ઉભી થયેલી છે અને વાડી ખેતરાેમા માેલાત મુરઝાવા લાગી છે. પાછલા અેક મહિનાથી મેઘરાજા ખેડૂતાેને કવરાવી રહ્યાં છે. જમીનનાે ભેજ પણ સુકાઇ ગયાે છે. તેવા સમયે અાજે બપાેરબાદ અહી મેઘરાજાનુ અાગમન થયુ હતુ. ખેડૂતાે ભારે વરસાદની રાહ જાેઇ રહ્યાં છે તેની વચ્ચે અાજે ધીમી ધારે 14મીમી અેટલે કે અડધા ઇંચ કરતા વધુ વરસાદ વરસી ગયાે હતાે. અાટલા વરસાદથી પાકનુ ચિત્ર ઉજળુ ભલે નહી બને પરંતુ હાલ તુરંત માેલાત ટકી રહેશે તેવી અાશાઅે ખેડૂતાે રાજી થયા હતા.

અાવી જ સ્થિતિ રાજુલા પંથકમા જાેવા મળી રહી છે. અહી વરસાદ ખેંચાયાે હાેય ખેડૂતાેના ચહેરા પર ચિંતાની લકીર છે તેવા સમયે અહી બપાેરબાદ 15મીમી વરસાદ પડી ગયાે હતાે. અડધા ઇંચ વરસાદથી રાજુલા તથા અાસપાસના વિસ્તારમા માેલાતને જીવનદાન મળી ગયુ હતુ. અમરેલી પંથકમા પણ દિવસ દરમિયાન અવારનવાર છુટાછવાયા વરસાદી વાદળાે દાેડયા હતા. જાે કે અહી ઝાપટુ પણ વરસ્યુ ન હતુ. ખેડૂતાેને અાઠમ પર મેઘરાજા મહેર કરશે તેવી અાશા છે.

અન્ય સમાચારો પણ છે...