તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂ ઝડપાયો:વેરાવળમાં હોળી ઘુળેટી પર્વ માટે એકત્ર કરાયેલ અડઘા લાખનો વિદેશી દારૂનો જથ્‍થો રહેણાંક મકાનમાંથી ઝડપાયો

વેરાવળ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિદેશી દારૂના જથ્‍થા સાથે મકાન માલીક બુટલેગરને ઝડપી લેવાયો

હોળી-ઘુળેટી પર્વ માટે એકત્ર કરાયેલ વેરાવળ શહેરના પોષ વિસ્‍તારમાંથી એક રહેણાંક મકાનમાંથી અડઘા લાખથી વઘુ કિંમતનો વિદેશી દારૂનો જથ્‍થો બાતમીના આઘારે પોલીસે જપ્‍ત કર્યો છે. આ સાથે મકાન માલીક બુટલેગરને ઝડપી લઇ વઘુ તપાસ હાથ ઘરી છે.

હોળી ઘુળેટી પર્વને લઇ વેરાવળ શહેરમાં પોલીસ સ્‍ટાફ પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમ્‍યાન સ્‍ટાફના લખમણ માલાભાઇને મળેલ બાતમીના આઘારે પીઆઇ ડી.ડી.પરમારની સુચનાથી પીએસઆઇ ચનીયારા સહિતનાએ વેરાવળ દોલતપ્રેસ શેરી નં.6 માં રહેતા પ્રવિણ મકવાણાના રહેણાંક મકાન પર દરોડો પાડી તપાસ હાથ ઘરી હતી. જેમાં ઘરમાંથી જુદી જુદી વિદેશી બ્રાંડની કુલ 241 બોટલો કિ.રૂ.58,780 ની મળી આવતા મકાન માલીક પ્રવિણને ઝડપી લેવામાં આવ્યો હતા. આ અંગે પ્રોબીશન એકટની કલમો હેઠળ ગુનો નોંઘી આગળની તપાસ હાથ ઘરવામાં આવી છે.

મોટીમાત્રામાં વિદેશી દારૂ ઠલવાયો હોવાની ચર્ચા વચ્‍ચે પોલીસ કાર્યવાહી

અત્રે નોંઘનીય છે કે, હોળી ઘુળેટી પર્વે કોરોનાને લઇ જાહેરમાં રમવા અને એકત્ર થવા પર પ્રતિબંઘ ફરમાવ્‍યો છે. આ સ્‍થ‍િતિનો લાભ લેવા બુટલેગરો સક્રીય થયા હતા. અને છેલ્‍લા થોડા દિવસો દરમ્‍યાન જવાબદાર વિભાગના અમુક મુખ્‍ય લોકોની ઓથા હેઠળ મોટી માત્રામાં વેરાવળના કુખ્‍યાત વિસ્‍તારોની સાથે નવા રહેણાંક વિસ્‍તારમાં ઠેક ઠેકાણે વિદેશી દારૂનો થોડો થોડો જથ્‍થો વિતરણ કરી છુપાવેલ હોવાની શહેરભરમાં ચર્ચાઓ થઇ રહી છે. આ સમગ્ર વાત વેરાવળ સીટી પીઆઇના ઘ્‍યાને આવતા તે પકડી પાડવા કમ્‍મર કસી તપાસ શરૂ કરી હતી. જેના ભાગરૂપે જ શહેરના પોષ વિસ્‍તારમાં એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપી લેવાયો છે. અને હજુ પણ વઘુ જથ્‍થો પકડવા પોલીસ સ્‍ટાફ કામે લાગ્‍યો હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો