સુવિધા:જૂનાગઢ પોલીસ હેડક્વાર્ટરમાં જીમનેશિયમ શરૂ કરાયું

જૂનાગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ અધિકારી, કર્મચારી બોડીનું ફિટનેસ જાળવી શકશે

જૂનાગઢના પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ માટે જિમનેશિયમ શરૂ કરાયું છે. પોલીસ કર્મીઓ પોતાની બોડીનું ફિટનેસ જાળવી શકે તે માટે આ સુવિધા ઉભી કરાઇ છે. આ અંગે ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પોલીસ પર કામનું ભારણ વધારે હોય પોતાના સ્વાસ્થ્ય અંગે બેદરકાર રહેતા હોય છે. આ અંગેની જાણ થતા રેન્જ આઇજીપી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ શેટ્ટીએ પોલીસ જવાનોના સ્વાસ્થ્યની ખેવના કરી હતી. તેમણે પોલીસ હેડ ક્વાર્ટર ખાતેના કોમ્યુનિટી હોલના ઉપરના માળે લોક ભાગીદારીથી આધુનિક સાધનોથી સજ્જ જીમનેશિયમ બનાવ્યું છે.

હવે આ જીમનેશિયમમાં સવાર, સાંજ જઇ પોલીસ જવાનો અને અધિકારીઓ કસરત કરી ચુસ્તિ અને સ્ફૂર્તિમાં રહી શકશે અને બોડીની ફિટનેસ જાળવી શકશે. જીમનેશિયમ બનાવવામાં હેડ ક્વાર્ટર ડીવાયએસપી આર.વી. ડામોર, એલસીબી પીઆઇ એચ.આઇ. ભાટી, પીએસઆઇ ડી.જી. બડવા, આરએસઆઇ પિયુષ જોશી વગેરેએ જહેમત ઉઠાવી હતી. આ તકે જીમનેશિયમમાં લોક ભાગીદારી આપનાર ઉદ્યોગપતિ, બિલ્ડરો, વેપારીઓનું સન્માન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...