તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:મહાલક્ષ્મી સ્ટ્રીટથી હેઠાણ ફળિયા સુધીના રસ્તામાં ગટરના પાણી

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક રહેવાસી, વેપારીઓને પડતી હાલાકી

જૂનાગઢ શહેરની મહાલક્ષ્મી સ્ટ્રીટમાં ગટર ઉભરાઇ રહી હોય તેના પાણી છેક હેઠાણ ફળીયા સુધીના રસ્તામાં ફરી વળે છે. પરિણામે સ્થાનિક રહેવાસી અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે સંજુભાઇ ખીરૈયાએ જણાવ્યું હતું કે, ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળતા હોય આ મામલે વોર્ડ નંબર 10ના કોર્પોરેટરો અને મનપા કચેરીમાં પણ અનેક વખત રજૂઆત કરાઇ છે છત્તાં કોઇ કામગીરી કરાતી નથી.

વેપારીઓને ગટરના પાણીમાં ચાલીને દુકાનમાં જવું પડે છે અને ગ્રાહકો પણ ગટરના પાણી જોઇ દુકાને ચડતા નથી પરિણામે વેપાર ધંધાને પણ અસર થઇ રહી છે. ત્યારે આ ગટરની સફાઇ કરી રસ્તા પર વહેતા ગંદા પાણી બંધ કરાવવા વેપારીઓએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...