રાજકોટ જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થયેલો ગુજસીટોકનો આરોપી જૂનાગઢ હોવાની મળતા પેરોલ ફર્લો સ્કોડે દબોચી લીધો હતો. આરોપીને જૂનાગઢની જિલ્લા જેલમાં ધકેલવામાં આવ્યો હતો.
જુનાગઢ જિલ્લામાં શાંતિનો માહોલ જળવાય અને ગેરકાયદેસર પ્રવૃતિઓ નાબૂદ થાય તેવા હેતુથી પોલીસ અધિક્ષક રવિતેજા વાસમશેટ્ટીએ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં જુદા-જુદા ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપી હતી. જેને આધારે જૂનાગઢ પેરોલ ફર્લો સ્કોડ અને જિલ્લા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાનપેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઈ. ઉમેશભાઈ વેગડા પો.હેડ.કોન્સ. સંજયભાઈ વઘેરા, પો.કોન્સ. દિનેશભાઇ છૈયા,જયેશ ભાઈ બામણીયા સ્ટાફ દ્વારા રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર ગુજસીટોક કાચા કામનો આરોપી એઝાજ ફારૂકભાઈ બ્લોચ જૂનાગઢમાં હોવાની ખાનગી બાતમીના આધારે જેલ ફરારીના આરોપીને મતવાવાડવિસ્તારમાથી ઝડપી લીધો હતો. ત્યારબાદ જૂનાગઢ જિલ્લા જેલ ખાતે સોપી આપવામા આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.