પહેલીવાર ફિલ્મનો પ્રિમિયર શો:સોમનાથમાં ગુજરાતી ફીલ્‍મનો પ્ર‍િમિયર શો યોજાયો, શહેરના અગ્રણીઓ ઉપસ્‍થ‍િતિ રહ્યા

વેરાવળ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્ર‍િમિયર શો નિહાળી રહેલ કલાકારો અને શહેરીજનો - Divya Bhaskar
પ્ર‍િમિયર શો નિહાળી રહેલ કલાકારો અને શહેરીજનો
  • ગુજરાતી ફીલ્‍મ જેસ્‍સુ જોરદારના પ્ર‍િમિયર શોમાં કલાકરો ખાસ ઉપસ્‍થ‍િત રહયા

વેરાવળમાં બાયપાસ રોડ પરના સાચી મલ્‍ટીપેક્ષ સિનેમાં ખાતે તાજેતરમાં રીલીઝ થયેલ ગુજરાતી ફિલ્‍મ જેસ્‍સુ જોરદારનો પ્ર‍િમિયર શો શહેરના અગ્રણીઓની ઉપસ્‍થ‍િતિમાં યોજાયો હતો. સૌપ્રથમ વખત સોમનાથમાં કોઇ ફીલ્‍મનો પ્ર‍િમિયર શો થયો હોવાનું જાણકારો જણાવી રહ્યો છે.

ગુજરાતી ફીલ્‍મના ઇતિહાસમાં પ્રથમવાર સોમનાથ ભૂમિ પર કોઇ ગુજરાતી ફીલ્‍મનો પ્ર‍િમિયર શો યોજાયો હતો. વેરાવળમાં સોમનાથ બાયપાસ રોડ પર આવેલા સાચી મલ્‍ટીપ્‍લેકસ ખાતે તાજેતરમાં રીલીઝ થયેલ ગુજરાતી ફીલ્‍મ જેસ્‍સુ જોરદારનો પ્ર‍િમિયર શો યોજાયો હતો. આ પ્ર‍િમિયર શો માટે ફીલ્‍મના યુવા કલાકાર હીરો કુલદીપ ગોર અને હીરોઇન ભક્તિ કુબાવત ખાસ સોમનાથ આવ્યા હતા.

જેસ્‍સુ જોરદાર ફિલ્‍મમાં મનોજ જોષી, કુલદીપ અને ભકિત સહિતના કલાકારોએ ખુબ સારા પાત્રની દમદામ ભુમિકા ભજવી છે. ત્‍યારે સાચી મલ્‍ટીપ્‍લેકસમાં યોજાયેલ ખાસ પ્ર‍િમિયર શો માં હાજરી આપવા બંન્‍ને કલાકાર પહોંચતા સિનેમના સંચાલક અંકુર અઢીયા, ભરત ચોલેરા, ચિરાગ કારીયા, પંકજ તન્‍ના, ઉમંગ રાયઠઠા, આરજે જયરાજ સહિતનાએ અદકેરૂ સ્‍વાગત કરેલ હતુ. બાદમાં કલાકારો સાથે ફીલ્‍મ નિહાળી હતી.

તો પ્ર‍િમિયર શો અંર્તગત સિનેમાની બે સ્‍ક્રીનમાં જેસ્‍સુ જોરદારનો ખાસ શો યોજાયેલ જેમાં મોટીસંખ્‍યામાં શહેરીજનો ઉપસ્‍થ‍િત રહેતા હાઉસફુલ થયુ હતુ. આ તકે પ્રથમવાર સોમનાથ ભુમિ પર ગુજરાતી ફીલ્‍મનો પ્ર‍િમિયર શો નું આયોજન શહેર માટે ગૌરવની વાત હોવાનો સુર દર્શકોએ વ્‍યકત કર્યો હતો. આ પ્ર‍િમિયર શો કરવા અંગે સંચાલક અંકુરભાઇએ જણાવ્યું કે, ગુજરાતી ફીલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીઝ વર્તમાન સમયમાં નવા રંગ રૂપ સાથે ઉભરી રહી છે. ત્‍યારે મોટાભાગે કોઇ નવી ફીલ્‍મના પ્ર‍િમિયર શો મેટ્રો શહેરોના સિનેમામાં જ થતા હોય છે. ત્‍યારે છેવાડાના લોકોને તેનો લાભ મળતો ન હોય જે મળતો થાય તે હેતુસર આયોજન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...