તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિયુક્તિ:વેરાવળના રઘુવંશી આગેવાનની ગુજરાત અર્બન કો.ઓપ. બેંક ફેડરેશનમાં ડીરેકટર તરીકે નિયુક્તિ કરાઇ

વેરાવળ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સહકારી ક્ષેત્રનો બ્‍હોળો અનુભવ ઘરાવતા વિક્રમભાઇની પસંદગીને આવકાર

વેરાવળ પીપલ્‍સ બેંકના ચેરમેન અને લોહાણા મહાજનના પ્રમુખ વિક્રમભાઇ તન્‍નાની ગુજરાત અર્બન કો.ઓપ. બેંક ફેડરેશનના ડીરેકટર નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાત અર્બન કો.ઓપ. બેંક ફેડરેશન રાજયકક્ષાનું સંગઠન છે. જે રાજયની 218 જેટલી સહકારી બેંકોને લગતા પ્રશ્નોના નિરાકરણ અંગે સરકાર, રીઝર્વ બેંક અને અન્‍ય સરકારી એજન્‍સીઓ સાથે રજુઆતો કરતી હોય છે.

આ સંસ્‍થામાં રાજયના સહકારી ક્ષેત્રના અનુભવી આગેવાનો, કાયદા તથા સહકારી બેંકોને સંલગ્‍ન બાબતોની જાણકારી તેમજ સમજણ ઘરાવતા વ્‍યક્તિઓને સમાવેશ કરાતો હોય છે. ત્‍યારે સહકારી ક્ષેત્રનો બહોળો અનુભવ ઘરાવતા એવા પીપલ્‍સ બેંકના ચેરમેન વિક્રમભાઇ તન્‍નાની ગુજરાત અર્બન કો.ઓપ. બેંક ફેડરેશનોમાં નિમંત્ર‍િત ડીરેકટર તરીકે ફેડરેશનના ચેરમેન જયોતીન્‍દ્રભાઇ મહેતાએ નિયુક્તિ કરી છે.

વિક્રમભાઇ તન્‍ના હાલ વેરાવળ પીપલ્‍સ બેંકના ચેરમેન ઉપરાંત સૌરાષ્‍ટ્ર-કચ્‍છની અંદાજે 38 નાગરીક સહકારી બેંકોના ક્ષેત્રીય સંગઠનનું પણ ચેરમેદ પદે સેવા આપી રહયા છે. આગામી દિવસોમાં તેમના અનુભવનો ફેડરેશનને લાભ મળશે. આ નિયુક્તિને પીપલ્‍સ બેંક પરીવાર વતી બેંકના સીઇઓ રજનીકાંત ચંદારાણા અને સહકારી ક્ષેત્રના આગેવાનોએ ગૌરવ સમાન હોવાની લાગણી વ્‍યકત કરી હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો