ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાંથી હજયાત્રાએ જતા લોકો માટે હજ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતુ. કેમ્પમાં હાજર બ્હોળી સંખ્યામાં મુસ્લિમ બીરાદરોને હજયાત્રા દરમ્યાન જરૂરી રાખવાની વિસ્તૃત જાણકારીઓ આપવામાં આવી હતી.
જિલ્લાના માંગરોળ ખાતે સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજ હોલમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની હજ કમિટી દ્વારા જનારા હુજ્જે કિરામ માટેનું રાજ્ય હજ કમેટી દ્વારા ટ્રેનિંગ કેમ્પ હજ કમિટીના માસ્ટર ટ્રેનરો અને ફિલ્ડ ટ્રેનરોની મદદથી યોજવામાં આવી હતી. આ કેમ્પમાં બન્ને જિલ્લાઓમાંથી હજ કમિટી દ્વારા હજજે બયતુલ્લાહ જનારા લગભગ તમામ હાજીઓએ ટ્રેનિંગ કેમ્પમાં બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમની શરૂઆત કુરાને પાકની તિલાવત દ્વારા કરવામાં આવેલ ત્યારબાદ મહેમાનોને પૃષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમમાં અમદાવાદથી માસ્ટર ટ્રેનરો હનીફભાઈ પટેલ, બાબાભાઈ સહિતના અન્ય ટ્રેનરો દ્વારા હજના દરેક અરકાન યાત્રામાં ધ્યાનમાં રાખવા જેવી દુન્યવી તાલીમ તેમજ મક્કા મીઅજમા, મદિના મુનવ્વરા,મિના, મુઝદલફા, અરફાત અને બીજા સર્વ પવિત્ર યાત્રા સ્થળોની ઝીયારત કેવી રીતે કરવી તેની સંપૂર્ણ વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ હતુ. અમદાવાદ એરપોર્ટથી સફરની શરૂઆતથી લઇ પરત અમદાવાદ એરપોર્ટ સુધી પહોંચતા સુધીની સંપૂર્ણ સફર કેવી રીતે પૂર્ણ કરવી અને વાસ દરમ્યાન પડતી દરેક તકલીફોનું કેવી રીતે નિરાકરણ લાવવું અને કઇ તકલીફનું ક્યાં વિભાગમાં જઇ નિરાકરણ લાવવુ તેની સંપૂર્ણ જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવેલ હતુ. જેથી કોઈ બિરાદરને હજયાત્રામાં કોઈ તકલીફ ન પડે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.