કુલદીપ માઢક :
થોડા સમયમાં રવિ પાકની કાપણી શરૂ થશે. બાદમાં ઉનાળુ પાકનું વાવેતર કરાશે. જો કે, 15 ફેબ્રુઆરી બાદનો સમય ઉનાળુ પાકના વાવેતર માટે યોગ્ય ગણાય છે. ઉનાળુ પાકમાં સૌથી વધુ તલનું વાવેતર થતુ હોય છે. જો કે, આ વર્ષે સૌરાષ્ટ્રમાં તલની નવી જાત જીટી-6 નું વાવેતર શરૂ થશે. આ તલ માત્ર નિગમ મારફત જ વિતરણ થશે. આ ઉપરાંત 3 અને 5 નંબરના તલનું વાવેતર પણ થતુ હોય છે.
5 નંબરમાં વિઘે 12 થી 15 મણ તેમજ જો યોગ્ય માવજત કરાય તો 17 થી 18 મણનો ઉતારો મળતો હોવાનંુ એલ.એલ. લીંબડીયા તેલીબીયા વિભાગ જૂનાગઢે જણાવ્યું હતું. ઉપરાંત નવી જાત જીટી-6 વિઘા દીઠ 12 થી 13 મણનું ઉત્પાદન થઈ શકે છે. અને 87 દિવસમાં પાકે છે. આ તલના વાવેતર માટે મધ્યમકાળી અને સારા નિતારવાળી જમીન અનુકુળ આવે છે.
મગ અને અડદની જાતો અને પાકના દિવસો | ||
જાત | પાકના દિવસો | છોડમાં સીંગની સંખ્યા |
મગ કે 851 | 70થી 75 | 17 |
ગુજરાત મગ 4 | 70થી 75 | 16 |
ગુજરાત આણંદમગ 5 | 60થી 65 | 33 |
અડદ ટી 9 | 70થી 80 | 24 |
ગુજરાત અડદ 1 | 65થી 70 | 40 |
20 સેંલ્સીયસથી વધુ તાપમાન હોય તો બાજરો વાવી શકાય
જ્યારે તાપમાન 20 સેલ્સીયસથી વધુ હોય એ સમયે બાજરાના પાકનું વાવેતર થઈ શકે છે. અને આ પાકને તમામ જમીન માફક આવે છે. જ્યારે રેતાળ જમીન વધુ અનુકુળ આવતી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. જ્યારે બાજરામાં નેશનલ જાતની વાત કરીએ તો જીએચબી-538 છે. જે 70 દિવસમાં પાકી જાય છે. આ ઉપરાંત જીએચબી-12,35ની વાત કરીએ તો આ પાક ત્રણેય સિઝનમાં લઈ શકાય છે અને અન્ય જાત કરતા મોડી પાકતી જાત છે. તેમ અધિકારી ડો.કે.ડી.મુંગરાએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.