તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતો ચિંતીત:કુવા, બોરના પાણીથી મગફળી જીવિત રહે વિકાસ શક્ય નથી

માણેકવાડા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગોતરો પાક સુકાવો લાગ્યો,સાર્વત્રિક વરસાદની જોવાતી રાહ
  • બિયારણ સસ્તા ભાવે વેંચવાની નોબત આવશે

આ વર્ષે મેઘરાજા રિસાયા હોય તેમ સારો વરસાદ ન થતા ખેડૂતો ચિંતિત બન્યા છે. અને હાલ આગોતરો મગફળીનો પાક સુકાવા લાગ્યો છે. તેમજ કેશોદ પંથકના અનેક ગામોમાં હજુ વાવણી લાયક વરસાદ પણ થયો નથી. જેથી ધરતીપુત્રો સાર્વત્રિક વરસાદની રાહ જોઈ રહ્યાં છે. કેશોદ પંથકમાં થોડા દિવસ પહેલાં સામાન્ય વરસાદ થયો હતો. જો કે અનેક ગામો એવા છે કે ત્યાં હજુ વરસાદ થયો જ નથી.

જો કે જે ખેડૂતોના ખેતરમાં સિંચાઈના પાણીની સગવડ હતી તેમને 1 જૂનની આસપાસ મગફળીના આગોતરા પાકનું વાવેતર કરી દીધું હતું. બાદ સારો વરસાદ ન થતા આ પાક હાલ સુકાવા લાગ્યો છે. આ અંગે ખેડૂતોએ કહ્યું હતું કે હાલમાં કુવા,બોર માંથી પાણી આપીએ છીએ જેથી માત્ર મગફળી જીવિત જ રહે છે. જોઈએ તેટલા પ્રમાણમાં વિકાસ થતો નથી કારણ કે આ પાણી થોડા નબળા હોય છે. જ્યારે વરસાદનું પાણી એકદમ મીઠું હોય જેથી આ પાકનો સારો એવો વિકાસ થાય છે.

બિયારણ ખરીદ્યું હવે શું?
આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે આ વર્ષે વહેલા વરસાદની આશાએ વહેલાસર મગફળીના બિયારણની ખરીદી કરી લીધી હતી. જો કે 8 જુલાઈ વીતી જવા જતા વરસાદ થયો નથી. જેથી મગફળીના વાવેતરનો સમય વીતી ગયો છે. હજુ થોડા દિવસમાં મેઘરાજાની કૃપા નહિ થાય તો અન્ય પાકનું વાવેતર કરવું પડશે.

અન્ય સમાચારો પણ છે...