વાવેતર:મગફળી રિજેક્ટ : સોયાબીનનું વાવેતર વધ્યું

જૂનાગઢ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોએ કહ્યું છેલ્લા 3 વર્ષથી તો ઉત્પાદન ઘટી રહ્યું છે જેથી હવે સોયાબીનનું વાવેતર શરૂ કર્યું છે

સોરઠ પંથકમાં મોટાભાગે મગફળીનું વાવેતર થાય છે.જો કે છેલ્લા કેટલાક સમયથી તેમાં બદલાવ જોવા મળી રહ્યોં છે.અને ખેડૂતો ઓછા ખર્ચે વધુ અને સારૂ ઉત્પાદન મળે તે પાક તરફ વળ્યાં છે.એટલે કે હવે સોયાબીનનું વાવેતર દિન-પ્રતિદિન વધી રહ્યું છે.જેમનું મુખ્ય કારણ એ છે કે નજીવા ખર્ચના મગફળી જેટલું જ ઉત્પાદન આસાનીથી મળી જાય છે.

આ વર્ષે ચોમાસાની સિઝનનો પ્રથમ વરસાદ પણ સારો પડ્યો છે.જેથી તળાવો અને ડેમો પાણીથી છલોછલ બન્યાં છે.આ વર્ષે ખેડૂતોએ મગફળીની સાથે સોયાબીનનું વાવેતર કર્યું છે.જે અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે આ પાકમાં ખર્ચ સાવ નજીવો જ કરવો પડે છે.અને ઉત્પાદન બમણું મળે છે.તેમજ ભાવ પણ સારા મળે છે.જે મગફળીની બરોબરી થઈ જાય છે.પરંતુ ખર્ચ ઘટી જાય છે.અત્રે ઉલ્લેખનીય છે,કે આગામી વર્ષોમાં મગફળીના ઉત્પાદનમાં મોટો ઘટાડો આવી શકે છે.કારણ કે દર વર્ષે સોયાબીનના વાવેતરના સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.

મજૂરી ખર્ચ બચી જાય છે:ખેડૂત
આ અંગે ખેડૂતે જણાવ્યું હતું કે આ પાક તૈયાર થાય ત્યારે મગફળીની જેમ શ્રમિકોની જરૂર પડતી નથી કારણ કે ઘઉંના કટ્ટર-મશીનમાં જ આ પાક આસાની થી તૈયાર થઈ જાય છે.

3 ઓગષ્ટથી ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે
જુનાગઢ કૃષિ હવામાન વિભાગના ધીમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે હાલ વરાપ જોવા મળી રહી છે.જે યથાવત રહેશે જો કે આગામી 3 થી 4 ઓગષ્ટના રોજ વરસાદ પણ પડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...