समानि व आकूति::ઉમરેઠીનાં ગ્રામજનોનાં સમાન સંકલ્પથી વિશાળ કાર્ય સંપન્ન

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઋગ્વેદમાં કહ્યું છે, સમાનિ વ આકૂતિ: અર્થાત બધાનાં સંકલ્પો સમાન બને. વેદની આ ઋચાને ઉમરેઠી ગામનાં લોકોએ સાર્થક કરી છે. નાના એવા ગામમાં રૂપિયા 70 લાખનાં ખર્ચે ઉમેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. બાદ મંદિરનો ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો. મંદિર માટે ગ્રામજનોએ એકતા બતાવી હતી અને વિશાળ ધાર્મિક કાર્ય સંપન્ન થયું હતું. આ પ્રસંગે શાસ્ત્રી ડો. મહાદેવ પ્રસાદજી હાજર રહ્યાં હતાં.

યજ્ઞમાં 80 દંપતીનાં સ્થાને 1 જ દંપતી બેસ્યું, 11,000 થી 1 લાખ રૂપિયા પરત ન લીધાં
પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં બેસવા માટે ગામનાં 80 દંપતી તૈયાર થયા હતાં. પરંતુ કોરોના મહામારીને ધ્યાનમાં રાખી યજ્ઞ વિધી સિમીત કરી દેવામાં આવી હતી અને 80 દંપતીનાં સ્થાને માત્ર 1 જ દંપતિએ યજ્ઞમાં ભાગ લીધો હતો. એટલું જ નહી યજ્ઞમાં બેસવા માટે રૂપિયા 11,000 થી લઇ 1 લાખ સુધી આપ્યાં હતાં. યજ્ઞમાં જે દંપતી બેસી ન શક્યાં તેણે આ રકમ પરત પણ લીધી ન હતી અને ધાર્મિક કાર્યમાં ગામની અંખડતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

મહિલાઓએ દરરોજનાં 10 રૂપિયા એકત્ર કર્યાં હતાં
ઉમરેઠી ગામમાં નુતન દેવાલયનો નિર્ણય કરવામાં આવ્યો ત્યારે નાના એવા ગામમાં 70 લાખ રૂપિયા એકત્ર કરવાનું કામ વિકટ હતું. ત્યારે ગામની બહેનો આગળ આવી હતી. દરેકે પોતાનાં ઘરે એક ગલ્લો રાખ્યો હતો. આ ગલ્લામાં દરરોજ 10 રૂપિયા એકત્ર કરતા હતાં.

અન્ય સમાચારો પણ છે...