કુકર્મ:જૂનાગઢના ભેસાણની GRD યુવતી પર બળાત્કારનાં કેસમાં GRD જવાનની ધરપકડ, યુવતી પોલીસ સ્ટેશનની અગાશી પરથી પટકાઇ

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેતપુરના ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ આચર્યું હોવાની નોંધાવી હતી ફરિયાદ
  • એક દિવસ પૂર્વે યુવતી પોલીસ સ્ટેશનની અગાશી પરથી પટકાયા બાદ હોસ્પિટલમાં

જૂનાગઢ જિલ્લાના ભેસાણ પોલીસ સ્ટેશનમાં ગતસાંજે બળાત્કારનો ભોગ બનેલી એક જીઆરડી યુવતી અગાશી પરથી નીચે પટકાતા તેણીને જૂનાગઢ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ મામલે પોલીસે યુવતી પર બળાત્કાર ગુજારનાર જીઆરડી જવાનની ધરપકડ કરીને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

ભેસાણ પોલીસ મથકમાં જીઆરડીમાં નોકરી કરતી 25 વર્ષીય એક યુવતીએ તેની સાથે જીઆરડીમાં જ નોકરી કરતા પરિણીત જયદીપ વીરજી પરમાર (રહે.ભાટ) સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. જેમાં યુવતીના 2015 માં ચલાલા ખાતે લગ્ન બાદ છુટાછેડા થયા હતા અને છેલ્લા દોઢ વર્ષથી તેણી જયદીપ સાથે મિત્રતાના નાતે સંબંધ હતો.

ગત તા.31 મે ના રોજ તેણીએ જયદીપ સાથે સ્ટેમ્પ પેપર ઉપર મૈત્રી કરાર પણ કર્યો હતો. તે અરસામાં તા.6 ની રાતે જયદીપે તેણીને ફોન કરીને બહાર બોલાવી બાઈક પર લઈ જઈને જેતપુરના આશીર્વાદ ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. જ્યાં તેણી પર રાતે અને દિવસે બે વખત બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં તેઓ ભેસાણ આવ્યા હતા. ત્યારે તેણીને માતા-પિતા પાસે જવું ન હોવાથી અને જયદીપ સાથે રહેવું હતું. ત્યારે તેણી જયદીપ સાથે જતી રહી હતી અને બાદમાં જયદીપ તેણીને ભાટ ગામના રસ્તે વાડીએ લઈ ગયો હતો. બાદમાં બીજા દિવસે તેણીને ભેસાણ છોડીને જયદીપ જતો રહ્યો હતો.

બાદમાં યુવતીએ જયદીપ સામે તેના પર બળાત્કાર થયાની ફરિયાદ નોધાવી હતી, તે અરસામાં ગઈકાલે સાંજે તેણીને તપાસ માટે પોલીસ મથકે આવેલી તે દરમિયાન પોલીસ મથકની અગાશી પરથી નીચે પટકાતા ગંભીર હાલતમાં પ્રથમ ભેસાણ ત્યાંથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હાલ યુવતી બેભાન હાલતમાં હોવાથી અકસ્માતે પડી ગયેલી છે કે આપઘાત કરવાની કોશિષ કરેલી છે તે બહાર આવ્યું નથી. પોલીસે ફરિયાદ પરથી જયદીપની ધરપકડ કરીને તપાસ શરુ કરી છે.

અન્ય સમાચારો પણ છે...