નિમણુંક:ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાને નવા શિક્ષકો મળ્યાં

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ જિલ્લામાં 47 ઉમેદવાર શિક્ષકોને નિમણૂંક પત્ર અપાયા

જૂનાગઢ જિલ્લામાં આવેલી ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં 47 ઉમેદવાર શિક્ષકોને નીમણૂંક પત્ર આપવામાં આવ્યાં હતાં.શિક્ષણ વિભાગ અને નિયામક, શાળાઓની કચેરી ગાંધીનગર આયોજિત ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક સહાયક ભરતી 2021 હેઠળ જૂનાગઢ જિલ્લાના 47 ઉમેદવાર શિક્ષકોને જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીની અધ્યક્ષસ્થામાં નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

જૂનાગઢ શહેરની ગર્લ્સ હાઇસ્કુલમાં શિક્ષક તરીકે નિમણુંક મેળવનાર દિપ્તીબેન માકડીયાએ જણાવ્યું હતું કે, શિક્ષક બનવાનું સપનું આજે સાકાર થયું છે. જૂનાગઢ જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખ નિલેશભાઇ સોનારાએ જણાવ્યું હતું કે, ભષ્ટાચાર મુક્ત ભરતી થઇ છે. નવા આવેલા તમામ શિક્ષકોએ આવકારીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...