તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રીમાન્‍ડ:વેરાવળમાં નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં પકડાયેલા ગેંગના મુખ્‍ય સુત્રધારના 20 અને બે સાગરીતોનો 15-15 દિવસના રીમાન્‍ડ મંજૂર

વેરાવળ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ત્રણેય આરોપીઓને રાજકોટ ખાતેની ગુજસીટોકની સ્‍પેશ્‍યલ કોર્ટમાં રજુ કરાયા
 • ગેંગનો પકડવાનો બાકી ચોથો સાગરીત પોલીસના હાથવેંતમાં આવ્‍યો

ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળની ઇમરાન ચીપાની ગેંગના ચાર સભ્‍યો સામે નોંધાયેલા પ્રથમ ગુજસીટોક ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીઓને આજે રાજકોટ ખાતે સ્‍પેશીયલ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જયાંથી ગેંગના સુત્રધારના 20 દિવસના તથા બે સાગરીતોના 15-15 દિવસના રીમાન્‍ડ કોર્ટે મંજૂર કર્યા છે.

ગઇકાલે જૂનાગઢ રેંજના ત્રણ જિલ્લામાં પ્રથમ ગુજસીટોકનો ગુનો વેરાવળની ગેંગના મુખ્‍ય સુત્રધાર સહિત ચાર સાગરીતો સામે નોંધાયો હતો. છેલ્લા દસ વર્ષથી વેરાવળ સહિત જિલ્લાભરમાં વેરાવળની ઇમરાન ચીપાની ગેંગ ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરી રહી હતી. જેથી આ ગેંગના ચાર સાગરીતો સામે પોલીસ ચોપડે 22 જેટલા ખંડણી, લુંટ, જમીન-મિલ્‍કત પચાવી પાડવા જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જેથી ચારેય વિરૂઘ્ઘ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (G.C.T.O.C) એકટ - 2015 ની કલમ 3(1)ની પેટા (2) તથા કલમ - 3(2) તથા કલમ - 3(3)તથા કલમ - 3(4) તથા કલમ - 1(5) મુજબ નોંઘેલ હતો. ત્‍યારબાદ પોલીસે ગુનાના આરોપીઓ (1) ઇમરાન ઉર્ફે ચીપો રહેમાન મુગલ પટ્ટણી, (2) વિરેન્દ્ર ઉર્ફે વીકી હિમંતરાય દવે, (3) ઇમરાન ઉર્ફે રોક જુસબ માજોઠીયાને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીઘા હતા. જયારે (4) અમીત ઉર્ફે બાવો યોગેન્દ્રભારથી ગૌસ્વામી નાસી ગયો હોવાથી તેને પકડવા પોલીસની એક ટીમ કામે લાગી છે જે પણ હાથવેતમાં આવી ગયો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

આજે ચીપા ગેંગના પકડાયેલા સાગરીતોને 21 દિવસના રીમાન્‍ડની માંગણી સાથે રાજકોટ ખાતે ગુજસીટોકની સ્‍પેશીયલ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જયાં ગેંગના મુખ્‍ય સુત્રધાર ઇમરાન ઉર્ફે ચીપો રહેમાન મુગલ પટ્ટણીને 20 દિવસના જયારે વિરેન્દ્ર ઉર્ફે વીકી હિમંતરાય દવે અને ઇમરાન ઉર્ફે રોક જુસબ માજોઠીયાને 15-15 દિવસના રીમાન્‍ડ પર કોર્ટે સોપયાનો હુકમ કરેલ હોવાનું પીઆઇ ડીડી પરમારે જણાવ્યું છે.

રીમાન્‍ડ દરમ્‍યાન ગેંગના સુત્રધાર અને સાગરીતો પાસેથી તેઓ દ્રારા આચરાયેલા ગુનાઓ અંગે જીણવટભરી તપાસ કરશે. ઉપરાંત આ ગેંગનો કોઇનું સંરક્ષણ હતુ કે કેમ ? ગેંગ કોના ઇશારે કામ કરતી જેવા અનેક સવાલોના જવાબ મેળવવા પોલીસ પુછપરછ કરશે તેવું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો