રાજયપાલ આચાર્ય દેવવ્રત, કૃષિમંત્રી રાઘવજી પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો 17 મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ તકે 498 વિદ્યાર્થીઓને પદવી, 60 ને ગોલ્ડ મેડલ તેમજ 1 ને રોકડ પુરસ્કાર અને 3 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકોનો એવોર્ડ એનાયત કરાયા હતા.
આ તકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, કૃષિ વિશ્વ વિદ્યાલયના પદવીપ્રાપ્ત કરનાર કૃષિ સ્નાતકો કૃષિ ક્ષેત્રે નૂતન ચિંતન દ્વારા કૃષિ જ્ઞાનનો ઉપયોગ રાષ્ટ્રના કલ્યાણ માટે અને સમાજના ઉત્કર્ષ માટે કરે તે માટે સંકલ્પબદ્ધ થાય તેવી શીખ આપી હતી.
જ્યારે કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ જ્ઞાનનો ઉપયોગ કૃષિકારના સર્વાંગી વિકાસમાં કરી સમાજ, રાજ્ય અને દેશ પ્રત્યેનું ઋણ અદા કરે. આ તકે સેન્ટર ઓફ રિમોટ સેન્સીંગ એન્ડ જીયો ઇન્ફોર્મેટીક ઇન એગ્રીકલ્ચર સિંચાઇ અને ડ્રેનેજ ઇજનેરી વિભાગ બિલ્ડીંગનું, વિશ્વ બેન્ક પુરસ્કૃત યોજના અંતર્ગત બનેલા ગર્લ્સ જીમનેશિયમ બિલ્ડીંગનું તેમજ કસ્તુરબા ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ કરાયું હતું. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કુલપતિ ડો. એન. કે.ગોટીયાએ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.