માગ:અનુસ્નાતકમાં એડમીશન માટે સ્નાતકની માર્કશીટ હજી નથી મળી

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નરસિંહ મહેતા યુનિ.માં ભણતા છાત્રોના વાલીઓની માર્કશીટ જલ્દી આપવા માંગ

સ્નાતકોત્તર અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટેની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. પણ સ્નાતકના અભ્યાસક્રમના છઠ્ઠા સેમ.ની ભક્ત કવિ નરસીંહ મહેતા યુનિ.ના વિદ્યાર્થીઓને માર્કશીટ મળી ન હોવાથી તેઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી હોવાનું વાલીઓએ જણાવ્યું છે.

ગુજરાતમાં એમબીએ, એમએ, એમએસસી, એમસીએ જેવા ઉચ્ચ શિક્ષણનાં રજીસ્ટ્રેશન માટે એસીપીસીની સાઈટ ખુલી ગઈ હોવા છતાં નરસિંહ મહેતા યુનિવર્સિટીના સ્નાતક અભ્યાસક્રમના 6 ઠ્ઠા સેમ.ની માર્કશીટ વિદ્યાર્થીઓને આપવામાં આવી નથી.

અને હજી પણ 8 થી 10 દિવસ માર્કશીટ આવતા લાગશે. એમ કોલેજમાંથી જાણવા મળ્યું છે. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓને એસીપીસીમાં માસ્ટરમાં એડમીશન માટે ફોર્મ ભરવા બાબતે હેરાન થઈ રહ્યા છે. બીબીએની માર્કશીટ હજુ સુધી નથી આવી. એમ વાલીઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...