તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દયનિય સ્થિતી:જૂનાગઢની સરકારી સાયન્સ હાઇસ્કૂલને તાળા !

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દેશના ટોચના ઉદ્યોગપતિ ધીરૂભાઇ અંબાણીથી લઇને હાલના શહેરના પ્રથમ નાગરિક ધીરૂભાઇ ગોહેલે જ્યાં શિક્ષણ મેળવ્યું છે તે શાળાની દયનિય સ્થિતી
  • એક સમયે રાજ્યની બીજા નંબરની સાયન્સ હાઇસ્કૂલ ગણાતી સ્વામિ વિવેકાનંદ હાઇસ્કૂલમાં સાયન્સના અભ્યાસક્રમનો મૃત્યુઘંટ વાગી ગયો

દેશના ટોચના ઉદ્યોગપતિ સ્વ. ધીરૂભાઇ અંબાણીથી લઇને હાલના શહેરના પ્રથમ નાગરિક એવા મેયર ધીરૂભાઇ ગોહેલે જ્યાં અભ્યાસ કર્યો છે તે શહેરની પ્રતિષ્ઠિત સરકારી હાઇસ્કૂલની સ્થિતી દયનીય બની રહી છે. એક સમયે જ્યાં હજ્જારો વિદ્યાર્થીઓ સાયન્સમાં અભ્યાસ કરતા હતા ત્યાં આજે સાયન્સનો અભ્યાસક્રમ બંધ કરવાની નોબત આવી છે! વાત છે એક સમયે રાજ્યની બીજા નંબરની સાયન્સ હાઇસ્કૂલ ગણાતી સ્વામિ વિવેકાનંદ હાઇસ્કૂલની કે, જ્યાં આજે સાયન્સના અભ્યાસક્રમનો મૃત્યુંઘંટ વાગી ગયો છે. સરકારી હાઇસ્કૂલને તાળા મારવાની નોબત આવી છે.

હાલ આ શાળામાં સાયન્સનો અભ્યાસક્રમ બંધ કરવામાં આવ્યો હોય શહેરના છાત્રોને મળતી એક સારી સુવિધા પણ છીનવાઇ ગઇ છે. પરિણામે છાત્રોને હવે ના છૂટકે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં મોંઘું દાટ શિક્ષણ મેળવવું પડશે. શહેરના અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ આ શાળામાં શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. ત્યારે હવે આ શાળામાં બંધ થયેલા સાયન્સના અભ્યાસક્રમને ફરી શરૂ કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે તે જરૂરી છે.

શાળામાં અભ્યાસ કરી ગયેલા શાળાનું ઋણ ચૂકવે
શાળામાં વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ બંધ થવા ઉપરાંત પણ અનેક પ્રકારની સમસ્યા છે. શાળાનું કેમ્પસ સુરક્ષિત નથી, હાઇસ્કૂલની લેબોરેટરી અને ઓફિસ વચ્ચેથી રોડ પસાર થયા છે જેથી છાત્રોને અકસ્માતનું જોખમ રહે છે, ભારે વાહનો પસાર થાય છે, બાજુમાં પેશકદમી વધી ગઇ છે.

ત્યારે આ શાળામાં અભ્યાસ કરી ગયેલા શાળાનું ઋણ ચૂકવવા આ સમસ્યાનું નિરાકરણ કરવા પ્રયાસ કરે તે જરૂરી છે. પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ, સહકારી બેન્કોના અગ્રણી ડોલરભાઇ કોટેચા, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા, શહેર ભાજપ પ્રમુખ પુનીત શર્મા, મેયર ધીરૂભાઇ ગોહેલ સહિતના અનેક અગ્રણીઓએ અહિં અભ્યાસ કર્યો છે.

કયારથી શરૂ, કેટલા છાત્રો હતા?
સ્વામિ વિવેકાનંદ હાઇસ્કૂલમાં 1976થી સાયન્સનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. એક સમયે ધોરણ 11ના 6 અને ધોરણ 12ના 6 કલાસ ચાલતા હતા. શરૂઆતમાં એક વર્ગખંડમાં 100 જેવી સંખ્યા થતી જેને કારણે એક વર્ષમાં 1,200થી વધુ છાત્રો સાયન્સમાં અભ્યાસ કરતા હતા. આમ, આટલા વર્ષોમાં હજ્જારો છાત્રોએ સાયન્સનો અભ્યાસ કર્યો છે.
છેલ્લે કયારે બંધ, કેટલા છાત્રો ? : સ્વામિ વિવેકાનંદ હાઇસ્કૂલમાં છેલ્લે જાન્યુઆરી 2021થી સાયન્સનો અભ્યાસક્રમ બંધ કરાયો છે. જ્યારે અભ્યાસ બંધ કરાયો ત્યારે માત્ર 14 છાત્રો હતા.
છેલ્લા 4 વર્ષથી પ્રક્રિયા ચાલુ હતી : સ્વામિ વિવિકાનંદ હાઇસ્કૂલમાં રાતોરાત સાયન્સનો અભ્યાસક્રમ બંધ નથી થયો. છેલ્લા ચાર વર્ષથી આ પ્રક્રિયા ચાલુ જ હતી. સંખ્યા સતત ઘટતી જતા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

બંધ કરવાનું કારણ શું ?
આ હાઇસ્કૂલમાં પુરતી સંખ્યા થતી ન હતી જેના કારણે વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ બંધ કરવાની ફરજ પડી છે. સંખ્યા ઓછી થવામાં પણ ખાસ કરીને છાત્રોનું સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો તરફનું વધતું જતું આકર્ષણ, શાળામાં પૂરતી હાજરી નોંધવાનો આગ્રહ તેમજ ટ્યુશન કલાસીસ ગણી શકાય. ટ્યુશનમાં જતા છાત્રો સ્કૂલમાં હાજરી આપવાનું યોગ્ય સમજતા નથી અને અહિંયા પૂરતી હાજરીનો આગ્રહ રાખવામાં આવે છે. આવા કારણોસર છાત્રોની સંખ્યામાં સતત ઘટાડો થતો ગયો અને પરિણામે આજે એવો સમય આવ્યો છે કે, વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસક્રમ બંધ કરવો પડ્યો છે. - પ્રતિભાબેન નાગ્રેચા, પ્રિન્સીપાલ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો