તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરજને બિરદાવી:જૂનાગઢના સ્મશાનના કર્મીઓને સોના અને ચાંદીની ભેટ અપાઇ

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મૃતકોની અંતિમવિધિ કરતા 21 કર્મીને બિરદાવાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોના સંક્રમિતની સંખ્યા સાથે કોરોનાથી થતા મોતની સંખ્યા પણ નાનીસૂની નથી. સ્મશાનમાં મૃતદેહોના ઢગલા થાય છે અને અગ્નિદાહ માટે પણ વેઇટીંગમાં ઉભવું પડે છે. ત્યારે આવી કોરોનાની મહામારીના કપરા સમયે પણ અનેક કર્મીઓએ પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક બજાવી છે. પોતાની કે પોતાના પરિવારની પરવાહ કર્યા વિના ફરજને પ્રથમ સ્થાન આપી આવા 21 કર્મીઓએ કોરોનાના મૃતદેહોને અગ્નિસંસ્કાર આપવાની કામગીરી કરી છે.

એક તરફ કોરોનાથી મોત થયા બાદ અનેક પરિવારો કોરોના થઇ જશે તેવા ભયથી મૃતક સ્વજનના અસ્થિ લેવા પણ રોકાતા નથી ત્યારે આ 21 કર્મીઓ કોરોનાની શરૂઆત થઇ ત્યારથી કોરોનાથી મોતને ભેટેલા મૃતકોના અગ્નિસંસ્કારની કામગીરી કરી રહ્યા છે. ત્યારે આવા 21 કર્મીઓની આ કામગીરીને જૂનાગઢના શ્યામલ જ્વેલર્સના શૈલેષભાઇ લાઠીગરાએ બિરદાવી છે. શૈલેષભાઇ લાઠીગરાએ આવા 21 કર્મીઓને તેમજ તેમના પરિવારને 1 જોડી કપડાં, ચાંદીની લક્કી 1 તેમજ સોનાનો નાકનો દાણો 1 દાનમાં આપ્યો છે. આમ, અંદાજે 4,000 રૂપિયા સુધીની કિંમતની સોના, ચાંદીની ચિજવસ્તુ અને કપડાંની જોડી આપી આવા કર્મીઓને ફરજને બિરદાવી છે.

અન્ય સમાચારો પણ છે...