ભાડુઆત મહિલાએ કહ્યું:તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ, હું મકાન ખાલી નથી કરવાની

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક, બે માસ પુરતું જોઇએ છે તેમ કહી મકાન ભાડે રાખ્યું હતું
  • પોલીસની ભાષામાં સમજાવતા મહિલાએ સિનીયર સિટીઝનનું મકાન ખાલી કર્યું

જૂનાગઢ પોલીસની મધ્યસ્થીના કારણે સિનીયર સિટીઝનને પોતાનું ભાડે આપેલું મકાન પરત મળ્યું છે. આ અંગે મળતી વિગત મુજબ જોશીપરાના 70 વર્ષિય સિનીયર સિટીઝન પાસે એક મહિલાએ આવી પોતાને એક, બે માસ માટે જ ભાડે મકાન જોઇએ છે તેમ કહી મકાન ભાડે મેળવ્યું હતું. બાદમાં એકાદ મહિના ભાડું આપી ભાડું આપવાનું બંધ કર્યું. જ્યારે ભાડું ન દેવું હોય તો મકાન ખાલી કરવાનું મકાન માલિકે કહેતા મહિલાએ જણાવ્યું હતું કે,તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ મકાન ખાલી નથી કરવું. દરમિયાન સિનીયર સિટીઝને ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી પોતાની વ્યથા વર્ણવી હતી.

પોતાની પાસે મકાન સિવાય કોઇ મિલ્કત ન હોય મરણમૂડી સમાન મકાન છીનવાઇ જશે તેમ જણાવી મકાનનો કબ્જો અપાવવા રજૂઆત કરી હતી. દરમિયાન રેન્જ ડીઆઇજી નિલેશ જાજડીયા, એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ પ્રજા કલ્યાણના કાર્યો કરવા સૂચના આપી હોય ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ તુરત પગલાં લઇ બી ડિવીઝન પીઆઇ એન.એ. શાહ, પીએસઆઇ જે.એચ. કછોટ તેમજ સ્ટાફને મોકલી ભાડુઆત મહિલાને પોલીસની ભાષામાં સમજાવી હતી. જો મકાન ખાલી ન કરે તો લેન્ડ ગ્રેબીંગ એક્ટની કાર્યવાહી કરવાનું કહેતા ભાડુઆત મહિલાએ મકાન ખાલી કરી ચાવી સોંપી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...