તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્યુટીફીકેશન:જૂનાગઢના મ્યુઝીયમમાં દરેક પ્રદર્શન શોકેસના કાચ બુલેટ પ્રુફ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મ્યુઝીયમમાં પુરતી જગ્યા ફાળવવા સાથે બ્યુટીફીકેશન કરાશે

જૂનાગઢનાં મ્યુઝીયમને પુરતી જગ્યા ફાળવવા સાથે બ્યુટીફીકેશન કરી લોકો માટે વિશેષ આકર્ષણ ઉભુ કરાશે. તેમજ મ્યુઝીયમનાં દરેક પ્રદર્શન શોકેસનાં કાચ બુલેટ પ્રુફ છે. જોકે નવનિયુક્ત જિલ્લા કલેકટર રચિત રાજે મ્યુઝીયમની મુલાકાત લીધી હતી અને જાણકારી મેળવી હતી. ઇ.સ. ૨ જી સદીથી ૧૯૪૭ સુધીનાં નવાબી કલેક્શનની સમુધ્ધી ધરાવતા આ મ્યુઝીયમમાં ૯ વિભાગ છે.

ચાંદીકલા વિભાગ, હથીયાર, ટેકસટાઇલ વિભાગ મીનીયેચર પેન્ટીંગ સહિત તમામ વિભાગનો સમાવશે થાય છે. ક્યુરેટર કિરણ વરિયાએ કહ્યું કે, સંગ્રહાલયની એક-એક કિંમતી વસ્તુઓની જાળવણી માટે બુલેટપ્રુફ કાચનો ઉપયોગ કરાયો છે.

સુરક્ષા સાથે કિંમતી વસ્તુઓની જાળવણીનો પણ ઉદ્દેશ છે. મ્યુઝીયમમાં સોના- ચાંદીના કિંમતી આર્ટીકલ્સ તેમજ અહીંના એક-એક આર્ટીકલ્સ ખુબ કિંમતી છે. તેની સુરક્ષા માટે હેવી શોકેસ અને બુલેટપ્રુફ કાચ ઉપયોગમાં લેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...