તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:રાજકિય હુમલાનો ભોગ બનેલા પિતા, પુત્રને પોલીસ રક્ષણ આપો

જૂનાગઢ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોંગ્રેસના કાર્યકરો પર ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો હતો
 • વિસાવદર ધારાસભ્ય, જિલ્લા કોંગ્રેસ પ્રમુખની એસપીને રજૂઆત

વંથલી તાલુકાના ગાદોઇ ગામના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર લાખાભાઇ કારેથા ઉપર ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો હતો. દરિમયાન ફરી આ ઘટનાનું પુનરાવર્તન થયું છે. લાખાભાઇ કારેથા અને તેના પુત્ર પર ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો છે. આ હુમલો વંથલી પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં થયો હોય સમગ્ર વંથલી પંથકની જનતામાં ભયનો માહોલ ઉભો થયો છે. ત્યારે આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી કોંગ્રેસના જૂનાગઢ જિલ્લા પ્રમુખ નટુભાઇ પોંકીયા અને વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયાએ જવાબદારો સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે.

સાથોસાથ હુમલાનો ભોગ બનેલાને સરકારી ખર્ચે પોલીસ રક્ષણ આપવા માંગ કરી છે. આ મામલે એસપીને પત્ર પાઠવી પ્રજામાં પોલીસની કાયદાના રક્ષક તરીકેની છબી બરકરાર રાખવા જવાબદારોને કાયદાનો પાઠ ભણાવવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો