તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:રેલ્વે પ્રશ્ને ઉપવાસ કરતા ધારાસભ્યને ન્યાય આપો

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતીનું રેલ્વેને આવેદન

રેલ્વે પ્રશ્ને ઉપવાસ આંદોલન કરતા રાજુલાના ધારાસભ્યને ન્યાય અપાવવા માંગ ઉઠી છે. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતીએ જિલ્લા કલેકટર મારફતે વેસ્ટર્ન રેલ્વેના ભાવનગર સ્થિત ડીઆરએમને આવેદન આપ્યું છે. આવેદનમાં જણાવાયું છેકે, રાજુલા શહેરમાં જૂના રેલ્વે સ્ટેશન વાળી જમીન નગરપાલિકાને સોંપી તેમાં બગીચો, ચિલ્ડ્રન પાર્ક બનાવવાની માંગ છે.

જેને લઇને ધારાસભ્ય અંબરીષ ડેર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચલાવી રહ્યા છે. ધારાસભ્ય પોતાના અંગત સ્વાર્થ માટે નહિ પરંતુ રાજુલાની જનતાના વિકાસ માટે અને સારી સુવિધા મળે તેમજ શહેરની શોભામાં વૃદ્ધિ થાય તે માટે આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે ન્યાય અપાવવાની માંગ સાથે તેમની લડતને અમારો ટેકો આપવા આ આવેદન અપાયું છે. આ તકે જિલ્લા પ્રમુખ નટુભાઇ પોંકીયા, ધારાસભ્યો ભીખાભાઇ જોષી, હર્ષદભાઇ રિબડીયા, બાબુભાઇ વાજા,શહેર પ્રમુખ અમિત પટેલ વગેરેની ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...