રાજ્ય સરકાર જૂનાગઢ મનપાને ભરી ભરીને ગ્રાન્ટો આપે છે. પણ તેનું આયોજન કરનાર ટેક્નિકલ માણસ જ નથી. આગામી સમયમાં ગટર 344 કરોડની ગટર યોજના, ઓવરબ્રિજ માટે 56 કરોડ, નરસિંહ મહેતા સરોવર માટે 48 કરોડ અને 1 થી 15 વોર્ડના કુલ 4 કરોડનાં કામો તો જુદા. આ ઉપરાંત દામોદર કુંડ સામેની ટનલનું કામ, શહેરનાં રોડ-રસ્તાનું રીપેરીંગ, બાંધકામની મંજૂરીઓ પણ બાંધકામ શાખા હસ્તક આવે. પણ આ બધાનાં આયોજન માટે બાંધકામ શાખા પાસે સક્ષમ ઇજનેર જ નથી.
નાનકડો પુલ બનાવવો હોય તો તેના પ્લાન અને નકશા પણ કન્સલ્ટીંગ એજન્સી પાસે કરાવવા પડે છે. જૂનાગઢના નગર ઇજનેર લલિત વાઢેર નિવૃત્ત થયા બાદ કોઇ એ ચાર્જ સંભાળવા તૈયાર નથી. જેમને સોંપાયો એમણે રાજીનામું આપી દીધું. અત્યારે જે છે એ પણ ડીપ્લોમા ઇજનેર છે. જોકે, લલિત વાઢેર પણ ડીપ્લોમાજ હતા.
વોટર વર્કસને બાદ કરતાં બધા ઇજનેર ઇન્ચાર્જ છે. જુનિયર છે એ બધા ફીક્સ પગારમાં ફરજ બજાવે છે. સાઇટ વીઝીટ માટે પણ ઘરનું પેટ્રોલ બાળે છે. 5 વર્ષ થઇ જવા છત્તાં તેઓને કાયમી કરાયા નથી. આથી હવે જો સરકારજ દરમિયાનગીરી કરીને બધી અમલવારી તરફ ધ્યાન આપવાનું શરૂ કરે એની તાતી જરૂર છે.
અન્ડરબ્રિજના વિરોધમાં પત્ર ઝૂંબેશનું ભાજપ અગ્રણીનું આહ્વાન
બસ સ્ટેશન પાસે રેલ્વે અન્ડર બ્રિજ બનાવવાના મનપાના નિર્ણય સામે ખુદ ભાજપનાજ અગ્રણી ભાવેશ વેકરિયાએ તીખી પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છેકે, ચોમાસામાં અહીંથી પાણીનો નિકાલ ભૌગોલિક રીતેજ શક્ય નથી. કારણકે, આસપાસ કોઇ નદી-નાળાં કે ગટરજ નથી. વળી આસપાસ ઘણી હોસ્પિટલો હોઇ બહારગામથી આવનાર કે જોષીપુરાની 1 લાખની વસતીને તાત્કાલિક સારવાર માટે અન્ડર બ્રિજને લીધે કોઇ સંજોગોમાં હોસ્પિટલ સુધી પહોંચી નહીં શકે. ફક્ત ઓવરબ્રિજ બનાવવાથીજ ફાટકનો પ્રશ્ન હલ થઇ શકે એમ છે. લોકોને આ અન્ડરબ્રિજનો વિરોધ કરવા મનપાને પત્ર લખવા તેમણે આહ્વાન કર્યું છે.
કૂતરું પકડવું કે નહીં એ નક્કી કરવા માટે પણ અધિકારી નથી
જૂનાગઢ મહાનગરપાલિકામાંથી વેટરનરી અધિકારી હતા તેમણે પણ રાજીનામું આપી દીધું. જેનો ચાર્જ બગીચા સુપરવાઇઝરને સોંપાયો છે. આથી જો હડકાયું કૂતરું પકડવું હોય તો એ નક્કી કરનાર સક્ષમ અધિકારી જ મનપા પાસે નથી. એમ પણ લલિત પણસારાએ જણાવ્યું હતું.
ઘટતી જગ્યાએ ભરતી જ નથી કરાતી : વિપક્ષ
હાલ શહેરમાં થતા મોટાભાગના કામો રેઢાં પડ જેવા છે. ઘટતી જગ્યાએ ભરતી કરવાને બદલે બીજાને ચાર્જ સોંપી દેવામાં આવી છે. > લલિત પણસારા, કોંગી કોર્પોરેટર
કઇ શાખામાં કેટલા ઇજનેર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.