તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ગિર બોર્ડર વિસ્તારના ગામોને પણ દિવસે વિજળી આપો: ધારાસભ્ય

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હિંસક પ્રાણીઓના હુમલાનો ખેડૂતોને ભય
 • દિનકર યોજનાનો અમલ કરાવવા ઉર્જા મંત્રીને રજૂઆત

ગિર બોર્ડરના ગામોમાં વસતા ખેડૂતોને હિંસક પ્રાણીના હુમલાનો ભય સતાવતો હોય આ વિસ્તારમાં પણ દિવસે વિજળી આપવા માંગ કરાઇ છે. આ અંગે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલને પત્ર પાઠવી રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, સરકાર દ્વારા ખેડૂતોને દિવસે વિજ પુરવઠો આપવાની દિનકર યોજના શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને રાત્રીના સમયે ખેતરમાં કામ કરતા ખેડૂતોને હિંસક પ્રાણીના હુમલાનો ભોગ બનવું ન પડે તે માટે દિવસના વિજ પુરવઠો આપવા માટેની આ યોજના છે.

આ યોજનાની શરૂઆત થઇ ગઇ છે, પરંતુ હજુ જ્યાં આ યોજનાની અમલવારીની જ્યાં ખાસ જરૂર છે તેવા ગિર બોર્ડરના ગામો જ આ યોજનાથી વંચિત રહી ગયા છે! ત્યારે જૂનાગઢ જિલ્લાના સાસણ,તાલાલા, મેંદરડા, જૂનાગઢ તેમજ જિલ્લાની વન્ય બોર્ડરના ગામોનો પણ દિનકર યોજનામાં સમાવેશ કરી દિવસે વિજળી આપવા ખેડૂતો વતી માંગ છે. હાલમાં રાનીપશુના હુમલાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે આ યોજનાની ગિર બોર્ડરના ગામોમાં પ્રાથમિકતાને ધ્યાને લઇ સત્વરે અમલ કરાવવા માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો