તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:શ્વાન કરડવાથી નુકસાન થયું હોય તેને 18% લેખે 5 વર્ષનું વળતર આપો

જૂનાગઢ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાઉસ ટેક્સ મોડો ભરાય તો 18 ટકા વ્યાજ વસુલાય છે
  • જૂનાગઢના કોર્પોરેટરોએ કમિશનરને પત્ર પાઠવી કરેલી માંગ

કુતરા કરડવાથી નુકસાન થયું હોય તેને 18 ટકા લેખે 5 વર્ષનું વળતર આપવા કમિશ્નરને રજૂઆત કરાઇ છે. આ અંગે વિપક્ષી નેતા અદ્રેમાનભાઇ પંજા, વોર્ડ નંબર 8ના કોર્પોરેટર સેનીલાબેન થઇમ, જેબુનીશાબેન કાદરીએ મનપાના કમિશ્નર રાજેશ તન્નાને પત્ર પાઠવ્યો છે.

પત્રમાં જણાવાયું છે કે, શહેરીજનો હાઉસ ટેક્ષ, રેવન્યુ ટેક્ષ ભરવામાં વિલંબ કરે તો 18 ટકા વ્યાજ વસુલાય છે. ત્યારે કુતરા પકડવાની અને તેના ખસીકરણની કામગીરી 5 વર્ષ સુધી કરી ન શકનાર મનપાએ, કુતરા કરડવાથી જે પણ શહેરીજનોને નુકસાન થયું હોય તેને હાઉસ ટેક્ષમાં 18 ટકા લેખે 5 વર્ષનું વળતર આપવું જોઇએ. શહેરમાં રખડતા ભટકતા કુતરાનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. સામે મનપા ડોગ સ્ટરીલાઇઝેશનની કામગીરીમાં ભારે વિલંબ કરી રહી છે. 28 જૂલાઇ 2016માં કુતરા પકડવા વર્ક ઓર્ડર આપી દેવાયો હતો.

જ્યારે મનપાના ધ્યાને એ ન આવ્યું કે આ કામગીરી માટે જરૂરિયાત મુજબનું બાંધકામ પૂર્ણ થયેલ નથી. બાદમાં ધ્યાને આવતા વર્ક ઓર્ડર રદ કરી દેવાયો હતો. આ વાતને 5 વર્ષ વિતી ગયા છે. હજુ સુધી કુતરાને પકડવાની અને તેના ખસીકરણ કરવાની કામગીરી શરૂ થઇ શકી નથી. ત્યારે આ ઘોર બેદરકારીના કારણે અનેક શહેરીજનોને કુતરાના કરડવાનો ભોગ બની ઇજાગ્રસ્ત બન્યા છે. ત્યારે આવા શહેરીજનોને પુરતી સુવિધા ન આપવા બદલ મનપાએ, તેમણે ભરેલ હાઉસ ટેક્ષની રકમમાંથી 18 ટકા લેખે 5 વર્ષનું વળતર આપવું જોઇએ તેવી માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...