માંગ:લઠ્ઠાકાંડના મૃતકના પરિવારને 10 લાખની સહાય, સરકારી નોકરી આપો

જૂનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમસ્ત અનુસુચિત જાતિ સમાજ,ભારતિય રાષ્ટ્રિય કોંગ્રેસનું આવેદન

બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડાના સમગ્ર ગુજરાતમાં ઘેરા પડઘાં પડ્યા છે. દરમિયાન જૂનાગઢમાં પણ આ મુદ્દે સૂત્રોચ્ચાર સાથે આવેદન દેવાયા છે. આ અંગે સમસ્ત અનુસુચિત જાતિ સમાજના જૂનાગઢ જિલ્લા પ્રમુખ રાજુભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, લઠ્ઠાકાંડ મુદ્દે કાળવા ચોકમાં ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. બાદમાં મુખ્યમંત્રીને સંબોધીને અનુસુચિત જાતિ સમાજ અને ભારતિય રાષ્ટ્રિય કોંગ્રેસના સંયુક્ત ઉપક્રમે આવેદન જિલ્લા વહિવટી તંત્રને અપાયું હતું.

આ આવેદનમાં માંગ કરાઇ હતી કે લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલાના લોકોના પરિવારજનોને 10 લાખની સહાય આપવામાં આવે અને તેમને સરકારી નોકરી આપવામાં આવે. જ્યારે મોત સામે ઝઝુમી રહેલાને સારવાર માટે 2 લાખની મેડિકલ સહાય આપવામાં આવે. આ તકે રાજુભાઇ સોલંકી, રાવણભાઇ પરમાર, મુકેશભાઇ ચૌહાણ, એસ. જે. સોંદરવા,શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ પટેલ તેમજ મોટી સંખ્યામાં દલિત સમાજના લોકોની ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...