ગીરનો જંગલ વિસ્તાર એટલે કે ડાલામથા સિંહોનું ઘર અને આ ડાલામથ્થા સિહો વચ્ચે હિંમતભેર પોતાની ફરજ નિભાવતા મહિલાઓને સલામ છે. સ્ત્રી એટલે કે શક્તિ અને હાલની 21મી સદીમાં સ્ત્રીને પુરુષ સમોવડી ગણવામાં આવી છે ત્યારે આ વાતનું સાતત્ય પૂરે છે ગિરનાર જંગલ વિસ્તારમાં નોકરી કરતી મહિલાઓ. આજે વિશ્વ મહિલા દિન નિમિતે એવી મહિલાઓની વાત કરીએ કે જે પોતાની બહાદુરી અને જુસ્સાથી ખુંખાર પ્રાણીઓ વચ્ચે રહીને પણ તેની સલામતી માટે દેખરેખ રાખે છે. આ વાત છે સાસણ જંગલમાં કામ કરતી મહિલાઓની.ગાઢ જંગલ.હિંસક તેમજ ખુંખાર પ્રાણીઓની વચ્ચે જોવા મળતી આ મહિલાઓ કોઈ સામાન્ય મહિલાઓ નથી પણ આ મહિલાઓ છે સાસણ ગીરના જંગલોમાં કામ કરતી ગાઈડ , તેમજ બીટ ગાર્ડ મહિલાઓ. મહિલા ધારે તો શું ન કરી શકે ? મન મક્કમ હોય તો ગમે એવા મુશ્કિલ અને કપરા કામ ને પણ સરળતાથી કરી શકે તેવી આવડત મહિલાઓમાં હોય છે. ગીરના જંગલોમાં ખુંખાર પ્રાણીઓ વચ્ચે જવા માટે કોઈ સામાન્ય માણસ પણ ડર અનુભવતો હોય છે ત્યારે આવા પ્રાણીઓ વચ્ચે જીવ ની બાજી લગાવી ને પણ પોતાની ફરજ ગમે તે પરિસ્થિતિ માં નિભાવતી મહિલાઓ નજરે પડે છે.
નારી તું નારાયણી કહેવાય છે અને પોતાનું ગુજરાન ચલાવવા કામ કરતી આ મહિલાઓને ક્યારેક કેટલાક માનસિક સ્તર થી નીચે ઉતરેલા લોકો તેના વિશે ન વિચારવાનું વિચારતા હોય છે પરંતુ સાસણ જંગલમાં કામ કરતી આ મહિલાઓ પોતાની કામગીરી થી આવી નબળી માનસિકતા ધરાવતા લોકોને જડબાતોડ જવાબ આપે છે. શિયાળો, ઉનાળો અને ચોમાસુ દરેક ઋતુમાં કપરી પરિસ્થિતિમાં માં પણ પોતાની કામગીરી થી પીછે હઠ નથી કરતી આ મહિલાઓ સાસણ ગીર જંગલમા જેટલો સ્ટાફ કામ કરે છે તેમાં 10 ટકા થી વધુ મહિલાઓ ફરજ બજાવે છે. જેમાં મહિલાઓ 2 પ્રકારની ફરજ બજાવે છે એક તો ફોરેસ્ટર તરીકે સરકારી કર્મચારી અને બીજી મહિલાઓ ઇકો ગાઈડ તરીકે કામગીરી કરે છે.પોતાના પરિવાર તેમજ ઘરની જવાબદારી ની સાથે સાથે આ મહિલાઓ ગીર જંગલમા વસતા પ્રાણીઓની દેખભાળ કરે છે તેમજ પ્રવાસીઓને જંગલની માહિતીઓ આપતી હોય છે. સિંહ ,દિપડા તેમજ અન્ય જંગલી પ્રાણીઓ સામે પોતાનું રક્ષણ કરી બખૂબી ફરજ નિભાવતી આ મહિલાઓ ને વનવિભાગ પણ સન્માન ની દૃષ્ટિએ જોવે છે.
વન વિભાગના કર્મચારી નયનાબેન જેઠવા એ મહિલાઓને સંદેશો આપતા જણાવ્યું હતું કે મહિલાએ શક્તિ નું રૂપ છે ઘણા લોકો એવું કહે છે કે મહિલા નિર્બળ છે. પરંતુ ના હાલના સમયમાં મહિલાઓ કોઈપણ ફીલ્ડમાં કામ કરી શકે છે. છેલ્લા પાંચ વર્ષથી નયનાબેન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જોડાયેલા છે. જેમાં રાત્રે કે દિવસે ગમે ત્યારે જંગલમાં પોતાની ફરજ માટે જવું પડે છે ત્યારે જંગલમાં કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી ગમે તેવી કપરી પરિસ્થિતિને નયનાબેન સંભાળી શકે છે. તો મહિલા એ ઘરની જવાબદારી પણ સંભાળે છે બધા સંબંધો પણ સંભાળે છે અને ફિલ્ડનું કામ પણ મહિલાઓ સારી રીતે કરી શકે છે. પોતાના ફિલ્ડની કામગીરી બાબતે નયનાબેન જેઠવા એ જણાવ્યું હતું કે. જંગલ વિસ્તારમાં સિંહોની રખેવાળી, ગીર જંગલની સાચવણી રખેવાળી કરવાની કામગીરી હોય છે. તો જે લોકો એવું કહે છે કે સ્ત્રી છે તે યુનિફોર્મ ની જોબ ના કરી શકે પરંતુ ના તે વાત ખોટી છે. પૂરી રીતે ઈમાનદારીથી સ્ત્રીએ પુરુષ સમોવડી થઈને જોબ સંભાળી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.