તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રકૃતિ આપણી માં સમાન:ગીરના 91 વર્ષીય દાદા પર્યાવરણ બચાવવા અડીખમ, 400થી વધુ વૃક્ષોની કરે છે માવજત

વેરાવળ8 દિવસ પહેલાલેખક: રવિ ખખ્ખર
દામાબાપા સમાજ ભવનની વાડીમાં બેસી વૃક્ષોની માવજાત બાબતે માર્ગદર્શન અાપી રહેલ
  • 91 વર્ષીય દામબાપા કે જેમનું પર્યાવરણ બચાવવાનું કાર્ય દરેક લોકોને વૃક્ષારોપણ માટે પ્રેરણા આપી રહ્યુ છે
  • ગીર સોમનાથના ગીર વિસ્તારમાં રહેતા વૃઘ્ઘ દામબાપએ આપબળે 400થી વઘુ વૃક્ષોનું જળસંચય થકી સંવર્ધન કર્યુ
  • સામાજીક અને પર્યાવરણ માટે કરેલ પ્રેરણાદાયી સેવા પ્રવૃતિના લીઘે નવ દાયકાની સફર ખેડનાર દામાબાપા પંથકમાં સન્માનીત વડીલ બન્યા

સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મીંગની અસરોથી ઘેરાયુ હોવાથી સમયાંતરે તેની અસર વાતાવરણમાં થતા ફેરાફરોથી જોવા મળે છે. આ પરિસ્‍થ‍િતિની પાછળ પૃથ્વી પર દિન-પ્રતિદીન થતી વૃક્ષોની કપાત અને તેનાથી નષ્ટ થઇ રહેલ પર્યાવરણ કારણભુત છે. જેથી આજે પ્રકૃતીને સજીવ રાખી પર્યાવરણને પ્રદુષીત થતુ બચાવવા માનવજીવ માટે અનિવાર્ય બની ગયું છે. આજે પર્યાવરણ દિને અન્‍ય લોકો માટે પ્રેરણા સમાન બનેલ ગીર પંથકના દામબાપા કે જેમણે પ્રકૃતી અને પર્યાવરણ જાળવવા પોતની જાત ઘસી આપબળે 400 થી વઘુ વૃક્ષોનું જળસંચય થકી સંવર્ઘન કરી હરીયાળી ક્રાંતી માટે પ્રેરણારૂપ કાર્ય કરી રહ્યા છે.

દામજીબાપાએ ઉછરેલ વૃક્ષોમાં અાશરો મેળવતા પક્ષીઅો
દામજીબાપાએ ઉછરેલ વૃક્ષોમાં અાશરો મેળવતા પક્ષીઅો

ગીરનારને ઓળંગવાની ખેવના

ગીર સોમનાથના આંકોલવાડી ગીર ગામમાં નવ દાયકા પુર્વે જન્મેલા દામજીભાઇ સાવલીયા આજે જમાનાના અનેક પડાવોને પાર કરેલો જે દરમ્‍યાન તેઓએ સામાજીક અને પર્યાવરણ માટે કરેલ સેવા પ્રવૃતિના લીઘે આજે તેમને આંકોલવાડી ગામ સહિત પંથકમાં દામબાપાના હુલામણા નામથી સૌ કોઇનાં આદરપાત્ર વડીલ બન્યા છે. ત્યારે જાણીએ 91 વર્ષીય દામબાપની સેવા- પ્રવૃતિની ઝાંખીને, દામબાપાએ નવ દાયકાની સફર ખેડયા બાદ હવે પગથી થોડા મજબુર બન્યા છે પણ મનથી હજુ ગીરનારને ઓળંગવાની ખેવના ધરાવે છે. દામબાપા હમેંશા કુરીવાજોના વિરોઘી રહયા હોવાથી પંથકની અનેક દિકરીઓને સમુહલગ્નનાં માધ્યમથી સામાજીક ખર્ચાઓને નિવારીને પરણાવાની સાથે સામજીક કુરીવાજોને પ્રોત્સાહીત કરતી પરંપરાઓ ત્યજવા માટે લોકોને સમજાવી આદર્શ સમાજનાં નિર્માણ માટે હમેંશા પ્રયત્નશીલ રહયા છે.

સમાજ ભવનમાં ઉછારેલ વૃક્ષોની દેખરેખ કરતા દામજીબાપા
સમાજ ભવનમાં ઉછારેલ વૃક્ષોની દેખરેખ કરતા દામજીબાપા

ગીરની હરીયાળીમાં વધારો કર્યો

91 વર્ષીય દામબાપા તાલાળા-જામવાળા માર્ગ ઉપર બામણાસા જતા રોડ કાંઠે આવેલા પટેલ સમાજ ભવનની દેખરેખ અને જાત મહેનતે કાળજી લઇ રહ્યા છે. દામબાપાએ સમાજ ભવનની અંદર અને બહાર 400 થી વધુ વૃક્ષોનું માત્ર વાવેતર જ નહીં પણ તેનું સંવર્ધન કરી ગીરની હરીયાળીમાં વધારો કરી તેમની પ્રકૃતિ પ્રેમની સાબીતી આપી છે. માત્ર વૃક્ષોને વાવીને ઉછેરવા એ જ પુરતુ નહીં પણ જળસંચય દ્વારા વૃક્ષોને આપબળે ઉછેરવાનું અભીયાન ચલાવી રહ્યા છે.

મારા ખેતરમાં પણ વૃક્ષો લહેરાય છે

દામબાપા પર્યાવરણ બચાવવાના પ્રેરણારૂપ ભગીરથ કાર્ય અંગે જણાવે છે કે, ગીર વિસ્તાર એટલે વનરાજીનો વિસ્તાર અહીં વૃક્ષનું વાવેતર કરવુ એટલે કાશ્મીરમાં ફ્રીજનું વેંચાણ કરવા જેવુ લાગે પણ પ્રકૃતિ આપણી માં સમાન છે, પર્યાવરણ આપણાં જીવનને તંદુરસ્તી બક્ષે છે. મારા ખેતરમાં પણ વૃક્ષો લહેરાય છે. હવે હું જીવનનાં અંતીમ પડાવે પહોચ્યો છું અને મૈં લોકસેવાની અનેક પ્રવૃતિઓ કરી પણ મને એવુ થયુ કે લાવ જળસંચય દ્વારા મારા ગામના સિમાડાને નંદનવન બનાવુ અને ચીરકાળ સ્મૃતિરૂપી વૃક્ષોનું લેહરાતુ વન ઉભુ કરૂ, આ વૃક્ષોને જોઇને યુવાનો પ્રેરણા મેળવતા થશે કે ઓછા પાણીએ પણ વૃક્ષો ઉછેરી શકાય છે.

દામજીબાપાએ વૃક્ષા રોપણ કરી ઉછારેલ વૃક્ષો
દામજીબાપાએ વૃક્ષા રોપણ કરી ઉછારેલ વૃક્ષો

વૃક્ષો છે તો માનવજીવ છે

વિશ્વમાં ગ્લોબલ વોર્મીગની વ્યાથપક ચર્ચા ચાલી રહી છે. જેમાં પૃથ્વી પર ગંભીર ખતરો ઉભો થઇ રહ્યો હોવાનું જણાવાય છે અને તેનું મુખ્ય કારણ માત્રને માત્ર પૃથ્વી પર વૃક્ષોની ઘટતી જતી સંખ્યાં હોવાનું કહેવાય છે. આથી સૌ કોઇએ સમજીને પ્રકૃતિ પ્રત્યે પોતાનુ યોગદાન આપવું ખુબ જરૂરી છે. કેમ કે વૃક્ષો છે તો માનવજીવ છે. તેની સાથે સમગ્ર પ્રાણી જગત ઇશ્વરને આધીન છે. ત્યારે પર્યાવરણને પ્રદુષણથી બચાવવા અને સારૂ રાખવા માટે દરેક વ્યક્તિએ પોતાની સ્વૈચ્છીક ફરજ સમજીને જે વૃક્ષો આસપાસ હોય તેને જરૂરીયાત મુજબ પાણી પીવડાવી સફાઇ રાખી તેનું જતન કરવા માટે આવો સાથે મળીને સર્જીએ વન-ઉપવન, ધરતી પર વાવીએ વૃક્ષોના વન.....નું સુત્ર આપી દામજીબાપા લોકોને સંકલ્પ બઘ્ઘ થવા અપીલ કરે છે.

વિશાળ પ્રમાણમાં વૃક્ષારોપણની ખાસ જરૂરીયાત

વૃક્ષો માનવજીવ અને પર્યાવરણ માટે કેમ જરૂરી છે તે અંગે દામબાપા જણાવે છે કે, પર્યાવરણનો મુખ્ય ભાગ વૃક્ષ પર આભારી હોય અને વૃક્ષમાં પરમાત્માનો વાસ છે. વૃક્ષો કાર્બન ડાયોકસાઈડ શોષી ઓક્સિજન એટલે કે પ્રાણવાયું આપવાની સાથે આસપાસમાં ઠંડક આપે એટલે વિશાળ પ્રમાણમાં વૃક્ષારોપણની ખાસ જરૂરીયાત છે. આ કાર્યની જવાબદારી એક માત્ર સરકારની નહીં પણ દરેક વ્યક્તિની છે. વૃક્ષો એટલે છાયા, શીતળતા, સૌદર્ય સમૃદ્ધિ, સંપતિ અને રંગબેરંગી પક્ષીઓ, પતંગિયા, અવનવા કીટકો અને પ્રાણીઓથી રચાતું અનુપમ છે. કે જે વેદીક કાળથી આપણી સંસ્કૃતિ અને આપણા જીવનનું અવિભાજય અંગ કહેવાયુ છે.

વૃક્ષારોપણની પ્રેરણા આપતા દામજીબાપા 91 વર્ષે પણ અડીખમ
વૃક્ષારોપણની પ્રેરણા આપતા દામજીબાપા 91 વર્ષે પણ અડીખમ

ઝડપભેર વનરાજીનો વિસ્તાર ઘટી રહયો છે

કુદરતની આહાર કડીમાં દરેક જીવ સમૂહ એક મહત્વની કડી છે અને વૃક્ષો આ કડીઓને જોડતો પાયો હોવા છતાં ઝડપભેર વનરાજીનો વિસ્તાર ઘટી રહયો છે. જેથી ચોમાસામાં દરેક લોકોએ વૃક્ષ રોપણ કરી અને તેનો ઉછેર કરવો જોઇએ તેવી શીખ આપતા વઘુમાં જણાવે છે કે, વૃક્ષ રોપણ માટે આબોહવા, ભૌગોલિક વિસ્તાર અને પ્રાપ્ય જગ્યા પાણીની સુલભતા જેવા પરિબળ ધ્યાનમાં રાખી વનસ્પતિની પસંદગી કરવી જોઇએ. દેશી વનસ્પતિ આબોહવાના ફેરફાર સહન કરી શકે તે માટે ઉત્તમ અનુકૂલ ધરાવે છે. સ્થાનિક હોવાથી પક્ષીઓ માટે પણ આદર્શ છે, દેશી વૃક્ષો મોટાભાગના પાનખર હોય છે. તેથી તેમની સાથે આપમેળે ન ફેલાતા હોય અને સદાહરિત હોય તેવા વૃક્ષો પણ વાવી શકાય વૃક્ષોમાં વિવિધતા ખૂબ જરૂરી છે. તો ચાલો આપણે સાથે મળી વૃક્ષા રોપણ કરીએ.

વન-ઉપવન, ધરતી પર વાવીએ વૃક્ષોના વન.....નું સુત્ર દામજીબાપાએ આપેલ
વન-ઉપવન, ધરતી પર વાવીએ વૃક્ષોના વન.....નું સુત્ર દામજીબાપાએ આપેલ
અન્ય સમાચારો પણ છે...